VIDEO: ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જ્યારે છોટાઉદેપુરમાં 2.5 અને ક્વાંટમાં 3.6 ઈંચ વરસાદ
ભાવનગરમાં ચોમાસાનું જોરદાર આગમન થયું છે. આજે સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેર અને આજુબાજુના ન વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાવણી બાદ સારો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યોં છે. જ્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં મોડીરાત્રે […]
ભાવનગરમાં ચોમાસાનું જોરદાર આગમન થયું છે. આજે સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેર અને આજુબાજુના ન વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાવણી બાદ સારો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યોં છે.
જ્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં મોડીરાત્રે ભારે વરસાદ આવ્યો હતો. કવાંટમાં 3.6 ઈંચ, છોટાઉદેપુરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાવીજેતપુર અને બોડેલીમાં 1-1 ઈંચ, નસવાડીમાં અડધો ઈંચ નોંધાયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો