લો બોલો મોડે મોડે ભાજપ પ્રદેશ અધ્યક્ષને જ્ઞાન લાધ્યું, કોઈ પણ કોંગ્રેસનાં MLAને ભાજપ હવે પાર્ટીમાં સામેલ નહીં કરે

https://tv9gujarati.com/?p=180876&preview=true

પેટાચૂંટણીના જંગ પૂર્વે રાજકારણ ગરમાયું છે ત્યારે પક્ષપલટું નેતાઓ અંગે મોટું નિવેદન આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે હવે પછી કોંગ્રેસના કોઇપણ MLAને ભાજપ હવે પાર્ટીમાં સામેલ નહીં કરે વધુમાં સીં.આર.પાટીલે કહ્યું કે કોંગ્રેસ છોડીને જે પણ નેતાઓ ભાજપમાં આવ્યા છે તે તમામ નેતાઓ તેમના કાર્યકાળ પહેલાના છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પક્ષપલટું નેતાઓની તુલના ગદ્દારો સાથે કરી છે અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં જયચંદોને જનતા જાકારો આપશે તે દિશામાં મુહિમ પણ ચલાવવામાં આવી છે.

READ  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચારનો અંતિમ તબક્કો, સાંજે પાંચ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments