Corona Vaccine: 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પહેલા Zycov-D રસી આપવામાં આવશે, સરકારી પેનલ પ્રમુખ પાસેથી મળી મંજૂરી

|

Aug 23, 2021 | 10:26 PM

સરકારી સલાહકાર સમિતિ નેશનલ ઈમ્યુનાઈઝેશન ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ (NTAGI) અનુસાર 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસીકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

Corona Vaccine: 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પહેલા Zycov-D રસી આપવામાં આવશે, સરકારી પેનલ પ્રમુખ પાસેથી મળી મંજૂરી
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona Vaccine: દેશમાં કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરથી સરકાર વાકેફ છે. આવી સ્થિતિમાં સરકારી સલાહકાર સમિતિ નેશનલ ઈમ્યુનાઈઝેશન ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ (NTAGI) અનુસાર 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસીકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. NTAGIના વડા NK અરોરાએ જણાવ્યું હતું કે Zydus Cadilaની ઝાયકોવ-ડી  (Zycov-D) રસીનો અમુક પુરવઠો કિશોરો માટે અલગ રાખવામાં આવશે.

 

આને ગયા અઠવાડિયે ઈમરજન્સી વપરાશની માન્યતા મળી. હાલમાં યુવાનોને રસી આપવાની પ્રાથમિકતા છે. NTAGIએ વધુમાં જણાવ્યું કે બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને (Covaxin) મંજૂરી આપવાની પ્રક્રિયા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

 

અરોરાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરથી દર મહિને 10 કરોડ કોવેક્સિન ડોઝનો અંદાજ લગાવી રહ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ શુક્રવારે Zydus Cadilaની ત્રણ ડોઝની કોરોના રસીને 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેને દેશમાં છઠ્ઠી અધિકૃત વેક્સિનના રુપમાં લાવવામાં આવી છે.

 

66.6 ટકા એફિશિયન્સી રેટ 

કંપનીએ કહ્યું કે ZyCoV-Dની 100 મિલિયનથી 120 મિલિયન ડોઝ બનાવવાની યોજના છે. વેક્સિનનો સ્ટૉક કરવાનો શરુ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ (Ahmedabad) સ્થિત જેનેરિક દવા નિર્માતા જે કેડિલા હેલ્થકેર લિમિટેડની યાદીમાં છે. એક જુલાઈએ ZyCoV-Dની અધિકૃતતા માટે આવેદન કરવામાં આવ્યું. જે રાષ્ટ્રવ્યાપી 28,000થી વધારે સ્વયંસેવકોના અંતિમ ચરણના પરિક્ષણમાં 66.6 ટકા એફિશિયન્સી રેટ પર આધારિત છે.

 

દુનિયાની પહેલી પ્લાસ્મિડ DNA વેક્સિન   

ZyCoV-Dએ કોરોના વાઈરસ સામે વિશ્વની પ્રથમ પ્લાસ્મિડ DNA રસી છે. તે વાઈરસના જેનેટિક મટિરિયલના એક ભાગનો ઉપયોગ કરે છે. જે ચોક્કસ પ્રોટીન બનાવવા માટે DNA અથવા RNAના રૂપમાં સૂચના આપે છે. રોગપ્રતિકારક શક્તિ તેને ઓળખે છે અને પ્રતિક્રિયા આપે છે. DCGI પ્રથમ તબક્કામાં 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો સાથે તબક્કાવાર મંજૂરી આપશે. 6થી 12 વર્ષના બાળકો માટે અને પછીથી 2થી 6 વર્ષના બાળકો માટે રસી મંજૂર કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનનો કર્યો શુભારંભ, 6 લાખ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય

 

આ પણ વાંચો :Lord Jagannath Temple: પુરીનું જગન્નાથ મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું, દર્શન પહેલાં ભક્તોએ પાળવી પડશે આ શરત

Next Article