નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનનો કર્યો શુભારંભ, 6 લાખ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય

નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (National Monetisation pipeline) દ્વારા આગામી ચાર વર્ષમાં વિનિવેશ કરવા માટે સરકારની માળખાકીય સંપત્તિઓની યાદી તૈયાર કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનનો કર્યો શુભારંભ, 6 લાખ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય
Union Finance Minister Nirmala Sitharaman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 8:05 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) સોમવારે સાંજે (23 ઓગસ્ટ, 2021) MNP એટલે કે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (National Monetisation pipeline) લોન્ચ કરી હતી. જેના દ્વારા સરકાર આગામી ચાર વર્ષમાં વિનિવેશ કરવા માટેની માળખાકીય સંપત્તિઓની યાદી તૈયાર કરવામાં આવશે. નાણાં મંત્રાલય આ દ્વારા 6 લાખ કરોડ એકઠા કરવાનું લક્ષ્ય ધરાવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ખાનગીકરણ અને વિનિવેશમાં ફરક છે. જો સરકારી કંપની (PSU)નું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તો સરકાર તેમાં પોતાનો 51% હિસ્સો ખાનગી ક્ષેત્રને વેચે છે. વિનીવેશ અથવા ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં સરકાર તેના કેટલાક હિસ્સાને વેચે છે, પરંતુ તેની માલિકી PSUમાં રહે છે.

આ પ્રસંગે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું કે સરકાર નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનની સફળતા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. અમને લાગે છે કે વધુ સારી કામગીરી અને જાળવણી માટે સરકારી સંસ્થાઓમાં ખાનગી ક્ષેત્રને લાવવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં અમે ગ્રાઉન્ડ લેવલ પર ખૂબ જ મજબૂત રીતે કામ કરી રહ્યા છીએ.

રેલ, રોડ, પાવર સેક્ટરમાં થશે મુદ્રીકરણ

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે આગામી ચાર વર્ષ દરમિયાન સંપત્તિના મુદ્રીકરણ માટેના પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે. આગામી ચાર વર્ષમાં રેલ, રોડ, પાવર સેક્ટરને લગતી રૂ. 6 લાખ કરોડની માળખાકીય સંપત્તિનું મુદ્રીકરણ કરવામાં આવશે. એટલે કે આ ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રમાંથી રોકાણ લાવવામાં આવશે.

અહીં જુઓ વીડીયો

આ પ્રોગ્રામને એસેટ મોનેટાઈઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાકીય નિષ્ણાતોના મતે કેન્દ્ર સરકાર આ કાર્યક્રમની મદદથી રોકાણકારોને પ્રોજેક્ટનું સ્પષ્ટ ચિત્ર આપી શકે છે. હાઈવે સેક્ટર અને રેલવે તરફથી મહત્તમ મુદ્રીકરણની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021-22 માટે પોતાના બજેટ ભાષણમાં એસેટ મોનેટાઈઝેશનને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફાઈનાન્સિંગ વિકલ્પ ગણાવ્યો હતો. સરકાર સંપત્તિના મોનેટાઈઝેશનને માત્ર ભંડોળના સાધન તરીકે જ નહીં પરંતુ માળખાગત પ્રોજેક્ટ્સની જાળવણી અને વિસ્તરણ માટેની વધુ સારી વ્યૂહરચના તરીકે જોઈ રહી છે.

આ પણ વાંચો : Share Market : શેરબજારની જબરદસ્ત તેજી સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત, કરો નજર પ્રારંભિક કારોબારમાં શેરની હલચલ ઉપર

આ પણ વાંચો :  Success Story : “વેસ્ટમાંથી બેસ્ટ”, સૂકા પાંદડા પર ભરતકામ કરીને આ યુવક દર મહિને 80 હજાર રૂપિયા કમાઈ છે ! બોલિવૂડ સ્ટાર્સ પણ આ કલાકારના ફેન્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">