AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wrestlers Protest : પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળ્યા, કહ્યું- સરકાર બ્રિજ ભૂષણને કેમ બચાવે છે

પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ રેસલર્સ ભાવુક થઈ ગયા. પ્રિયંકાએ તેમના આંસુ લૂછ્યા. લગભગ એક કલાક સુધી તેમની સાથે રહ્યા બાદ પ્રિયંકા ગાંધીએ પૂછ્યું કે, સરકાર બ્રિજભૂષણ સિંહને બચાવવામાં કેમ વ્યસ્ત છે. તો બીજી બાજુ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહે જણાવ્યું કે, તેઓ આંદોલનકર્તા કુસ્તીબાજોએ લગાવેલા આરોપ અનુસાર એક ગુનેગાર તરીકે રાજીનામું નહીં આપે.

Wrestlers Protest : પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોને મળ્યા, કહ્યું- સરકાર બ્રિજ ભૂષણને કેમ બચાવે છે
Priyanka Gandhi & WrestlersImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 12:23 PM
Share

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું આંદોલન સતત મોટું સ્વરૂપ લઈ રહી છે. શનિવારે આ ધરણામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો હતો. તેમણે કુસ્તીબાજો સાથે ઘરણાસ્થળે લગભગ એક કલાક વિતાવ્યો. આ દરમિયાન તેમની સમસ્યાઓ સાંભળી, આંદોલનકર્તા કુસ્તીબાજોને સાંત્વના આપી અને સરકારને પ્રશ્નો પણ કર્યા. તેમણે કહ્યું કે સરકાર બ્રિજભૂષણ સિંહને કેમ બચાવી રહી છે. આ સાથે પ્રિયંકાએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું.

પ્રિયંકા ગાંધી પણ સાતમા દિવસે સવારે 7.45 કલાકે કુસ્તીબાજોના ધરણામાં જોડાયા હતા. અહીં તે લગભગ 50 મિનિટ સુધી મહિલા રેસલર્સ સાથે વાત કરતી રહી. તેણે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સાથે પણ વાત કરી હતી. વાતચીત દરમિયાન વિનેશ ભાવુક થઈ ગઈ અને પ્રિયંકાએ પણ તેને સાંત્વના આપી.

રેસલર્સને મળ્યા બાદ પ્રિયંકાએ શું કહ્યું?

કુસ્તીબાજોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમણે પૂછ્યું કે જે એફઆઈઆર નોંધવામાં આવી હતી તેમાં શું હતું. આને બધાની સામે કેમ લાવવામાં નથી આવતું. જ્યારે આ કુસ્તીબાજો મેડલ જીતે છે ત્યારે આપણે બધા ટ્વીટ કરીએ છીએ. ગર્વ અનુભવીએ છીએ. આજે તેઓ રસ્તા પર બેઠા છે. તેમને ન્યાય નથી મળતો. આ તમામ મહિલા કુસ્તીબાજો આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરે છે અને મને સમજાતું નથી કે સરકાર બ્રિજ ભૂષણને કેમ રક્ષણ આપી રહી છે. બ્રિજભૂષણ પર ગંભીર કહી શકાય તેવો આરોપો છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ રહી નથી. સરકારે તેમને પદ પરથી હટાવવા જોઈએ. બ્રિજ ભૂષણે તેમના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ.

પીએમ મોદી પર નિશાન સાધ્યું

પ્રિયંકાએ કુસ્તીબાજોને મળ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. “મને પીએમ પાસેથી કોઈ આશા નથી કારણ કે જો તેઓ કુસ્તીબાજો વિશે ચિંતિત છે, તો તેમણે તેમની સાથે હજુ સુધી કેમ વાત કરી નથી ? દેશ ખેલાડીઓ સાથે ઉભો છે. મને ગર્વ છે કે કુસ્તીબાજો આવા હેતુ માટે ઉભા થઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.

બ્રિજભૂષણે કહ્યું કે હું રાજીનામું નહીં આપુ

તેમની સામે એફઆઈઆર નોંધાયા બાદ બ્રિજ ભૂષણ સિંહે પોતાની વાત રાખી હતી. તેમણે કુસ્તીબાજોની હડતાલ અને તેમની માંગણીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા. ધરણા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું પણ જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે જો તેમના રાજીનામા બાદ કુસ્તીબાજો ઘરે પરત ફરે છે તો તે તેના માટે તૈયાર છે. તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને 40-45 દિવસમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તેઓ પોતે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પદ પરથી હટી જશે, પરંતુ તેઓ ગુનેગાર તરીકે રાજીનામું નહીં આપે. તેણે કહ્યું કે તેને દિલ્હી પોલીસ અને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે અને તે નિર્દોષ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">