World Sanskrit Day 2021: વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું “લોકોએ વધુને વધુ સંસ્કૃત વાંચવું જોઈએ”

ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી કેન્દ્ર અને રાજ્ય સ્તરે 1969 થી સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે, સમગ્ર ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે.

World Sanskrit Day 2021: વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું લોકોએ વધુને વધુ સંસ્કૃત વાંચવું જોઈએ
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 11:39 AM

World Sanskrit Day 2021 : વિશ્વ સંસ્કૃત દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઘણા મંત્રીઓ દ્વારા દેશવાસીઓને શુભેચ્છાઓ આપવામાં આવી છે, ત્યારે પીએમ મોદી અને ધાર્મિક પ્રધાન સંસ્કૃત ભાષાનું મહત્વ જણાવીને સંસ્કૃતમાં જ ટ્વિટ કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે,”સંસ્કૃત ભાષા પ્રાચીન અને આધુનિક પણ છે, તેનો અભ્યાસ સરળ છે અને શ્રેષ્ઠ દર્શનથી યુક્ત છે. વધુમાં લખ્યું કે, લોકોએ વધુમાં વધુ સંસ્કૃત ભાષા વાંચવી જોઈએ, બધાને સંસ્કૃત દિવસની (Sanskrit Day) શુભકામના.”

ઉપરાંત ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે, સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ તે ભારતના જીવનનું દર્શન છે. “સંસ્કૃત એવી ભાષા છે જે ભારતને એક કરે છે. વિજ્ઞાનનની ભાષા, પ્રાચીન અને આધુનિક ભાષા (Modern Language) પણ છે. તત્વ જ્ઞાનની ભાષા અને બધાની ભાષા છે. સૌને સંસ્કૃત દિવસની શુભકામનાઓ.”

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

1969 માં દેશમાં પ્રથમ વખત સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વર્ષ 1969 માં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના આદેશથી કેન્દ્ર અને રાજ્ય સ્તરે સંસ્કૃત દિવસની ઉજવણી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારથી સમગ્ર ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો, કારણ કે પ્રાચીન ભારતમાં શિક્ષણ સત્ર (Education Session) આ દિવસે શરૂ થયું હતું.

ઉપરાંત આ દિવસે વેદનો પાઠ શરૂ થતો હતો અને આ દિવસે વિદ્યાર્થીઓ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરતા હતા. પોષ મહિનાની પૂર્ણિમાથી લઈને શ્રાવણ મહિનાની પૂર્ણિમા સુધી અભ્યાસ બંધ રાખવામાં આવતો હતો.

પ્રાચીન સમયમાં (Ancient times) ફરી અભ્યાસ શ્રાવણ પૂર્ણિમાથી પૌષ પૂર્ણિમા સુધી કરવામાં આવતો હતો, હાલમાં પણ શ્રાવણ પૂર્ણિમાથી ગુરુકુળમાં વૈદિક અભ્યાસ શરૂ થાય છે. તેથી જ આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજકાલ સંસ્કૃત ઉત્સવ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું (State Government) યોગદાન પણ નોંધપાત્ર છે.

આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધન નિમિતે બજારોમાં રોનક, બંગાળમાં PM મોદી-CM મમતા તો મહારાષ્ટ્રમાં Goldની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધનના તહેવાર પર બહેનોને ખુશ કરવા માટે આપો આ ખાસ ગિફ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">