AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું નાનકડું રાજ્ય મણિપુર આ રીતે આપશે યૂરોપના વિકસિત દેશ મોંટેનેગ્રોને માત ! માત્ર 2 મીટરના અંતર સાથે ભારત બનાવશે આ ગૌરવપૂર્ણ WORLD RECORD, જુઓ VIDEO

ભારતમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ. આ પુલની ઊંચાઈ એટલી છે કે તે યૂરોપના હાલના વિશ્વના સૌથી ઊંચા પુલનો રેકૉર્ડ તોડી નાખશે. ભારતમાં વિશ્વનો જે સૌથી ઊંચો પુલ બની રહ્યો છે, તે પૂર્વોત્તરમાં બની રહ્યો છે અને તેની ઊંચાઈ 141 મીટર રહેશે કે જે યૂરોપના સૌથી ઊંચા પુલની ઊંચાઈ 139 મીટર કરતા […]

ભારતનું નાનકડું રાજ્ય મણિપુર આ રીતે આપશે યૂરોપના વિકસિત દેશ મોંટેનેગ્રોને માત ! માત્ર 2 મીટરના અંતર સાથે ભારત બનાવશે આ ગૌરવપૂર્ણ WORLD RECORD, જુઓ VIDEO
| Updated on: Feb 07, 2019 | 4:53 AM
Share

ભારતમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ. આ પુલની ઊંચાઈ એટલી છે કે તે યૂરોપના હાલના વિશ્વના સૌથી ઊંચા પુલનો રેકૉર્ડ તોડી નાખશે.

ભારતમાં વિશ્વનો જે સૌથી ઊંચો પુલ બની રહ્યો છે, તે પૂર્વોત્તરમાં બની રહ્યો છે અને તેની ઊંચાઈ 141 મીટર રહેશે કે જે યૂરોપના સૌથી ઊંચા પુલની ઊંચાઈ 139 મીટર કરતા 2 મીટર ઊંચો હશે.

આ પુલનું નિર્માણ નૉર્થ ઈસ્ટ ફ્રંટિયર રેલવે તરફથી કરવામાં આવી રહ્યું છે. આ પુલને લઈને રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પોતાના TWITTER ઍકાઉંટ પર TWEET કર્યું છે, ‘પૂર્વોત્તર ભારતમાં કનેક્ટિવિટી અને વિકાસ માટે વિશ્વના સૌથી ઊંચા પુલનો નિર્માણ ચાલુ છે. તેનાથી મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ અને નાગાલૅંડ સુધીની મુસાફરી સરળ થશે. સાથે જ આ પુલ પૂર્વોત્તરમાં વિકાસ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.’

પૂર્વોત્તર ભારતમાં હાલમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને ત્રિપુરા જ રેલ માર્ગથી જોડાયેલા છે. આ ઉપરાંત મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ અને નાગાલૅંડમાં રેલવેનું વિસ્તરણ બહુ વધારે નથી.

એટલા માટે જ મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ અને નાગાલૅંડ આ પાંચ રાજ્યોના પાટનગરોને રેલવે સાથે જોડવા માટે જિરીબામ-તુપુલ-ઇમ્ફાલ વચ્ચે નવી રેલવે લાઇન પાથરવામાં આવી રહી છે. આ જ લાઇન ઉપર મણિપુરમાં 141 મીટર ઊંચો પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલની લંબાઈ 703 મીટર રહેશે. જિરીબામ-તુપુલ-ઇમ્ફાલ રૂટ પર 45 સુરંગ બનાવવામાં આવશે. આ પુલનું નિર્માણ 2022 સુધી પૂરું થઈ જશે. આ 45 સુરંગોમાં 12 નંબરની સુરંગ સૌથી લાંબી છે કે જે 10.80 કિલોમીટરની છે. આ પૂર્વોત્તર રાજ્યોમાં સૌથી લાંબી સુરંગ હશે.

મણિપુરમાં બનનાર સૌથી ઊંચા પુલનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પુલના પિલરને હાઇડ્રોલિકના માધ્યમથી બનાવામાં આવી રહ્યું છે. તેના માટે સ્લિપ ફૉર્મ ટેક્નોલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટીલના ગાર્ડરને વર્કશૉપમાં બનાવી તૈયાર કરાઈ રહ્યો છે. નિર્માણ સ્થળે તેનું ઍસેમ્બલિંગ કરવામાં આવે છે.

યૂરોપના આ પુલનો તૂટશે રેકૉર્ડ

યૂરોપમાં મૉંટેનેગ્રો ખાતે માલા-રિજેકા વિયાડક્ટ પુલ છે કે જેની ઊંચાઈ 139 મીટર છે. આ પુલ હાલમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ છે.

[yop_poll id=1162]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">