World Environment Day: એથેનોલ 21મી સદીનાં ભારત સાથે જોડાયેલી પ્રાથમિક્તાનો ભાગ, ખેડૂતો માટે મદદગાર: PM MODI

|

Jun 05, 2021 | 12:48 PM

World Environment Day: PM MODIએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) પર આયોજીત કાર્યક્રમમાં ઈ-100 પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યો અને 2020-25 માટે ભારતમાં એથેનોલ મિશ્રણની કાર્યયોજના પર ખાસ સમિતિની રિપોર્ટનું અનાવરણ પણ કર્યું.

World Environment Day: એથેનોલ 21મી સદીનાં ભારત સાથે જોડાયેલી પ્રાથમિક્તાનો ભાગ, ખેડૂતો માટે મદદગાર: PM MODI
World Environment Day: Ethanol as part of 21st Century India's Priority, Helper for Farmers: PM MODI

Follow us on

World Environment Day: PM MODIએ વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) પર આયોજીત કાર્યક્રમમાં ઈ-100 પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યો અને 2020-25 માટે ભારતમાં એથેનોલ મિશ્રણની કાર્યયોજના પર ખાસ સમિતિની રિપોર્ટનું અનાવરણ પણ કર્યું.

આ સમય દરમિયાન વડાપ્રધાને કહ્યું કે હું જ્યારે ખેડૂત ભાઈઓ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બાયો ફ્યૂઝ સાતે જોડાયેલી વ્યવસ્થાને તે સહજ રૂપથી અપવાની રહ્યા છે તે જાણવા મળ્યું . આ તેમનો આત્મવિશ્વાસ બતાવી રહ્યો છે. સ્વચ્છ ઉર્જાને લઈને દેશમાં જે મોટું અભિયાન ચાલી રહ્યું છે તેનો લાભ કૃષિ ક્ષેત્રને મળવો સ્વાભાવિક છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે અગર ધ્યાનથી જોશો તો 7-8 વર્ષ પહેલા ભારતમાં એથેનોલની ચર્ચા ઓછી થતી હતી. જો કે હવે ઈથેનોલ ભારતની 21મી સદીની પ્રાથમિક્તા સાથે જોડાઈ ગયું છે. આ પર્યાવરણ સાથે ખેડૂતોનાં જીવનને પણ બદલવામાં મદદ કરી છે. અમે વર્ષ 2025 સુધી પેટ્રોલમાં 20% એથેનોલ બ્લેન્ડિંગને પુરો કરવાનો સંકલ્પ કર્યો છે. દુનિયા ભારતને એક પડકારરૂપમાં જોઈ રહી છે અને હવે તે જળ અને વાયુ માટે લીડર તરીકે જોવા લાગી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યું કે ક્લાઈમેટ ચેન્જનાં કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત તેના સામે જાગૃત પણ છે અને સક્રિયતાતી કામ પણ કરી રહ્યું છે. પાછલા વર્ષે જ માર્કેટિંગ કંપનીઓએ 21 હજાર કરોડ રૂપિયાનું ઈથેનોલ ખરીદી કરી છે અને તેનો મોટો હિસ્સો ખેડૂતોનાં ખિસ્સામાં ગયો છે. ખાસ કરીને શેરડી વાવનારા ખેડૂતોને તેનો મોટો લાભ થયો છે.

One Sun, One World, One Grid વિઝનને સાકાર કરવા વાળા ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ થાય અથવા કોલબ્રેશન ફોર ડિઝાસ્ટર રેજીલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્ર્કચર માટે પહેલ કરવામાં આવે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે દેશને 37 કરોડ કરતા વધારે LED બલ્બ અને 23 લાખ એનર્જી એફિશિએન્ટ પંખા ઉપલબ્ધ કરાવ્યા છે. આજ પ્રકારે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ અને સૌભાગ્ય યોજના હેઠળ વીજળી અને પ્રદૂષણને ઓછુ કરવામાં મદદ કરી. આ કારણથી દેશમાં મહિલા અને બાળકોનાં સ્વાસ્થયમાં પણ સારો એવો ફરક જોવા મળ્યો છે. હાલમાંજ આપણા વાઘોની વસ્તીમાં પણ વધારો નોંધાયો છે અને તે બે ગણા થઈ ગયા છે. એક જુઠ્ઠાણુ એ ચાલી રહ્યું છે કે વાયુ પ્રદૂષણ માટે ઉદ્યોગો જવાબદાર છે. એમાં પરિવહન, ડિઝલ જનરેટર વધારે ભાગ ભજવે છે.

 

Next Article