PM મોદીની સુરક્ષામાં તૈનાત મહિલા કમાન્ડોનો ફોટો થયો વાયરલ
PM મોદી સાથે મહિલા કમાન્ડોને પહેલીવાર જોઈને કંગના રનૌતને ગર્વ થયો, ફોટો જોઈને ભારતવાસીઓ ઉત્સાહિત થઈ રહ્યા છે. તો ચાલો જાણીએ આ ફોટો કેમ ચર્ચામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈ એક કમાન્ડોનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમની સુરક્ષામાં એક મહિલા કમાન્ડો જોવા મળી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા કમાન્ડો મહિલાઓની વધતી શક્તિનું પ્રતિક છે.અભિનેત્રી કંગના રનૌત રાજકારણ અને બોલિવુડ સાથે જોડાયેલા સમાચારથી ચર્ચમાં રહે છે પરંતુ હાલમાં તેમણે જે સ્ટોરી પોસ્ટ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલી વખત મહિલા કમાન્ડોને જોઈ ખુશ છે. તેના વખાણ પણ કરી રહી છે.તમને જણાવી દઈએ કે, મહિલા કમાન્ડો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અંગત સુરક્ષા અધિકારી તરીકે સેવા આપે છે.
મહિલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સભ્ય
સોશિયલ મીડિયા યુઝર્સએ એવું અનુમાન લગાવ્યું કે, ફોટોમાં જોવા મળી રહેલી મહિલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સભ્ય હોય શકે છે. જે પ્રધાનમંત્રીની સુરક્ષા માટેની જવાબદારી નિભાવનાર વિશિષ્ટ દળ છે.SPC તેની કાર્યક્ષમતા માટે જાણીતું છે અને તેના કમાન્ડો ઉચ્ચ પ્રશિક્ષિત હોય છે.વાયરલ થઈ રહેલા આ ફોટો વિશે જાણકારી મળી છે કે આ ફોટો સંસદની અંદરનો છે. સંસદમાં SPG મહિલાઓને તૈનાત કરવામાં આવે છે.
Woman Commando in PM’s SPG!
From Agniveer to Fighter pilots, from Combat Positions to Commando in Prime Minister’s SPG, the participation of women in the armed forces has increased significantly and women are leading from the front.
More power to women. Thank you PM… pic.twitter.com/TUxae0QIzm
— Dr Sudhakar K (@DrSudhakar_) November 28, 2024
અંદાજે 100ની આસપાસ મહિલા કમાન્ડો
આટલું જ નહિ પ્રધાનમંત્રી વિદેશ યાત્રા પર જાય છે તો તે દરમિયાન મહિલા એસપીજી કમાન્ડોને વિદેશ પણ મોકલવામાં આવે છે. જે એડવાન્સ સિક્યોરિટી લાઈઝન (ASL) માટે કામ કરે છે. સુત્રો મુજબ હાલમાં SPGમાં અંદાજે 100ની આસપાસ મહિલા કમાન્ડો છે. જે ક્લોઝ પ્રોટેક્શનમાં તો રહે છે, આ સાથે એડવાન્સ સિક્યોરિટી લાઈઝનમાં પણ તેમને તૈનાત કરવામાં આવે છે.
ક્યારે થઈ હતી SPGની સ્થાપના
SPGની સ્થાપના 1985માં પ્રધાનમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રીઓ અને તેના તત્કાલ પરિવારના સભ્યોની સુરક્ષા માટે કરવામાં આવી હતી.SPG અધિકારીઓમાં ઉચ્ચ નેતૃત્વ ગુણો, વ્યાવસાયિકતા, નજીકની સુરક્ષાનું જ્ઞાન અને આગળ વધીને નેતૃત્વ કરવાની સંસ્કૃતિ હોય છે. SPG એ માત્ર તેના કાર્યમાં જ નહીં પરંતુ IB અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળોના સહયોગથી સમગ્ર સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળે છે