કર્ણાટકની યુવતીએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, કહ્યું “જ્યાં સુધી ગામમાં રસ્તો નહીં બને ત્યાં સુધી લગ્ન નહીં કરું”

|

Sep 21, 2021 | 1:33 PM

કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈને ( Basavaraj Bommai) સંબોધવામાં આવેલા એક પત્રમાં બિંદુએ જણાવ્યું હતું કે, તેના ગામના લોકોને રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કર્ણાટકની યુવતીએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, કહ્યું જ્યાં સુધી ગામમાં રસ્તો નહીં બને ત્યાં સુધી લગ્ન નહીં કરું
Woman refuses to marry until her village gets road

Follow us on

Trending: દેશના ગ્રામીણ વિસ્તારોમાં જાહેરાતના રસ્તાઓને લઈને આજે પણ લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કર્ણાટકમાં એક યુવતીએ રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે ઉભી થયેલી ગંભીર સમસ્યા પર પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્મઈને (Basavaraj Bommai)પત્ર લખીને જણાવ્યુ હતુ કે તેના ગામમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને કારણે તેણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પાકો રસ્તો ન હોવાથી લોકોએ 14 કિલોમીટરથી વધુ અંતર સુધી ચાલવાની ફરજ પડી રહી છે, સાથે તેમણે મુખ્યપ્રધાનને જણાવ્યુ હતુ કે “જ્યાં સુધી ગામમાં રસ્તો નહીં બને ત્યાં સુધી તે લગ્ન કરશે નહીં”.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બિંદુના આ પત્રને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી મળ્યો જવાબ

બિંદુના આ પત્રને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી પ્રતિસાદ મળ્યો છે અને અધિકારીઓએ (Officers) ખાતરી આપી છે કે આ મુદ્દો તાત્કાલિક પગલા લેવામાં આવશે. પંચાયત વિકાસ અધિકારી, માયાકોંડાએ જણાવ્યુ હતુ કે “અમે પહેલાથી જ આ રસ્તાના વિકાસ માટે 1-2 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છીએ, પરંતુ તે પૂરતું નથી. રસ્તાને ટેરિંગ કરવા માટે અમને 50 લાખથી 1 કરોડ રૂપિયાની જરૂર છે. અમે આ રકમ મંજૂર કરવા માટે સરકાર અને સ્થાનિક ધારાસભ્યને વિનંતી કરી છે”

 

 

અમે ગામ માટે નવો રસ્તો બનાવીશું અને તમારા લગ્નને પણ સરળ બનાવીશું: અધિકારી

CMOએ ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગને તાત્કાલિક કામગીરી હાથ ધરવા અને તેમને થઈ રહેલા કામો વિશે અપડેટ રાખવા સૂચના આપી છે. રસ્તાની સ્થિતિનું નિરીક્ષણ (Road Observation) કર્યા બાદ અધિકારી  બિલાગીએ બિંદુ (Bindu) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રસ્તો તાત્કાલિક રીપેર કરાવવાની ખાતરી પણ આપી હતી.

 

તેમણે જણાવ્યુ હતુ કે “60 લાખ રૂપિયાનો રોડ વર્ક પ્રોજેક્ટ મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે અને જરૂરી મંજૂરી મળ્યા બાદ તરત જ કામ હાથ ધરવામાં આવશે.”ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે “અમે ગામ માટે નવો રસ્તો (New Roads) બનાવીશું અને તમારા લગ્નને પણ સરળ બનાવીશું.”

 

 

 

આ પણ વાંચો: Punjab New CM: કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા,પંજાબની સત્તા સંભાળશે

 

આ પણ વાંચો: West Bengalમાં ભાજપને ફરી આંચકો લાગ્યો! ભાજપમાં જોડાયેલા સાંસદ સુનીલ મંડલે કહ્યું ‘હું TMCમાં છું અને રહીશ’

 

Published On - 8:12 pm, Sun, 19 September 21

Next Article