શું વેક્સિન પસંદ કરવાનો મળશે વિકલ્પ? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ
કોરોનાથી બચાવ માટે ભારતમાં 16 જાન્યુઆરીથી દુનિયાની સૌથી મોટી વેક્સિનેશન (Vaccination)ડ્રાઈવ શરૂ થવા જઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વેક્સિનેશન પર દેશના તમામ રાજ્યોને ધ્યાન આપવાની જરૂરી છે.
કોરોનાથી બચાવ માટે ભારતમાં 16 જાન્યુઆરીથી દુનિયાની સૌથી મોટી વેક્સિનેશન (Vaccination)ડ્રાઈવ શરૂ થવા જઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વેક્સિનેશન પર દેશના તમામ રાજ્યોને ધ્યાન આપવાની જરૂરી છે. કારણ કે વેક્સિનેશનની પ્રક્રિયા માત્ર એક દિવસની નથી. તેને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્તર પર દરેક લેવલ પર મોનિટર કરવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે પોતાની પસંદની વેક્સિન લગાવવાનો હાલમાં કોઈ વિકલ્પ નથી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણને સવાલ કર્યો કે શું રાજ્યો કે રસી લગાવનારાને વિકલ્પ મળશે કે તે બંને વેક્સિનમાંથી પોતાની પસંદની વેક્સિન લગાવી શકે છે? તેના જવાબમાં તેમને કહ્યું કે દુનિયાના ઘણા દેશોમાં મલ્ટીપલ વેક્સિનની સિસ્ટમ ચાલી રહી છે પણ દુનિયામાં ક્યાંય પણ લાભાર્થીને આ વિકલ્પ મળતો નથી કે તે પોતાની પસંદની વેક્સિન લગાવે.
આ પણ વાંચો: વેક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમય, 14 દિવસ પછી અસર દેખાશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય