વેક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમય, 14 દિવસ પછી અસર દેખાશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે અમુક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદને સંબોધિત કરતાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે અમુક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં યુ.એસ, યુ.કે, બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકા સામેલ છે. જો કે ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે પણ સાવધાની જરૂરી છે. રાજેશ ભૂષણે કહ્યું માત્ર બે રાજ્યોમાં 50,000થી વધારે એક્ટિવ કેસ છે, જેમાં મહારાષ્ટ્ર અને કેરળ સામેલ છે. દેશમાં એક્ટિવ કેસ 2.2 લાખથી ઓછા છે. કોરોના વાઈરસના એક્ટિવ કેસોમાં માત્ર 44% કેસો હોસ્પિટલોમાં છે અને 56% એક્ટિવ કેસો હોમ આઈસોલેશનમાં છે.
આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ રીતે કહ્યું કે વેક્સિનેશન દરમિયાન દેશના અલગ અલગ રીતે SOP લાગુ કરવામાં આવશે, જો કે આ બધુ જ પારદર્શક રીતે થશે. એમણે એ પણ જાણકારી આપી કે 4 મોટા સ્ટોરેજમાં વેક્સિન આવશે. દરેક રાજ્યમાં એક અને મોટા રાજ્યોમાં રાજ્યસ્તરે બે કે તેથી વધારે સ્ટોરેજ હશે. ઉત્તરપ્રદેશમાં રાજ્યસ્તરે 9 સ્ટોરેજ હશે. દેશભરના સ્ટોરેજમાં 54 લાખ 72 હજાર ડોઝ મળી ચૂક્યા છે.
વેક્સિનેશન પર બધા રાજ્યોએ ધ્યાન આપવાની જરૂર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા વેક્સિનેશન પર બધા રાજ્યોએ ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે વેક્સિનેશનની પ્રક્રિયા માત્ર એક દિવસની નથી.વેેક્સિનેશનને રાજ્યો અને કેન્દ્રશાસિત સ્તરે દરેક ક્ષણે મોનિટરીંગ કરવી જરૂરી છે. અમારી અપેક્ષા છે કે વેક્સિનેશન અંગે થતી વાતચીત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વેક્સિનેશન સુરક્ષિત છે એ અંગે વાતચીત થવી જરૂરી છે.
વેક્સિનેશન પર બધા રાજ્યોએ ધ્યાન આપવાની જરૂર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા વેક્સિનેશન પર બધા રાજ્યોએ ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે વેક્સિનેશનની પ્રક્રિયા માત્ર એક દિવસની નથી.વેક્સિનેશનને રાજ્યો અને કેન્દ્રશાસિત સ્તરે દરેક ક્ષણે મોનિટરીંગ કરવી જરૂરી છે. અમારી અપેક્ષા છે કે વેક્સિનેશન અંગે થતી વાતચીત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વેક્સિનેશન સુરક્ષિત છે એ અંગે વાતચીત થવી જરૂરી છે.
વેક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમય
આરોગ્ય મંત્રાલયેએ પણ કહ્યું કે આ વેક્સિનનું કોઈ જોખમ નથી. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમય રાખવામાં આવશે. ત્યારબાદ 14 દિવસ બાદ તેનો પ્રભાવ શરૂ થશે. અમે આરોગ્ય કર્મચારીઓથી વેક્સિન આપવાની શરૂઆત કરી રહ્યાં છીએ. આરોગ્ય કર્મચારીઓએ હંમેશા દેશની મદદ કરી છે. આરોગ્ય મંત્રાલયે દેશના નાગરિકોને અપીલ કરી છે કે આગળ આવો અને વેક્સિન મુકાવો. આ સુરક્ષિત છે અને અમારી પાસે આનું પ્રમાણ છે.
આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર Savior hospital, આર્થરાઇટીસના દર્દીને કરે છે આત્મનિર્ભર