ભારતના અમીરો 55 લાખ રૂપિયા ખર્ચીને માત્ર વેક્સિન લેવા માટે કેમ જઈ રહ્યા છે દુબઈ, જાણો કારણ

ભારતના અમીરો 55 લાખ રૂપિયા ખર્ચીને માત્ર વેક્સિન લેવા માટે કેમ જઈ રહ્યા છે દુબઈ, જાણો કારણ
કોરોના વેક્સિનની અસર

ભારતમાં વેક્સિનેશન શરુ છે ત્યારે કેટલાક અમીરજાદાઓએ વેક્સિન લેવા માટે દુબઈ દોટ મૂકી છે. અને આ માટે તેઓ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.

Gautam Prajapati

|

Apr 19, 2021 | 2:25 PM

ભારતના અમીર લોકો કોરોના રસી લેવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા દુબઇ જઈ રહ્યા છે અને તેના માટે રૂ. 55 લાખ ખર્ચ કરી રહ્યા છે. આ લોકો ત્યાં ફાઇઝરની રસીને પસંદ કરી રહ્યા છે, જ્યારે એસ્ટ્રાઝેનેકા અને સાયનોફોર્મ રસી પણ યુએઈમાં ઉપલબ્ધ છે. યુએઈમાં, 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને નિ:શુલ્ક રસી આપવામાં આવી રહી છે.

દુબઈના નિવાસી વિઝા ધરાવતા શ્રીમંત ભારતીયો કોરોના રસી લેવા માટે દુબઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ માર્ચમાં શરૂ થયો હતો જ્યારે દુબઇ દ્વારા નિવાસી વિઝા ધારકોને રસી માટે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. એપ્રિલમાં જ્યારે ભારતમાં કોરોના કેસ નોંધાયા ત્યારે આ ઘટનામાં તેજી આવી. દુબઇમાં રસી લઇ ચુકેલા કેટલાક લોકો અને ચાર્ટર ઓપરેટરો કહે છે કે કેટલાક લોકો રસીના બે ડોઝ લાગુ કરવા દુબઇમાં રોકાઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ત્યાં બે સફર કરી રહ્યા છે. ફાઈઝરની રસીના બે ડોઝ વચ્ચે ત્રણ અઠવાડિયાનું અંતર છે. કેટલાક લોકોએ નામ ન આપવાની શરતે આ અંગે ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરી હતી.

55 લાખ રૂપિયા સુધી ખર્ચ

રસી લેવા દુબઇ જવાનો ખર્ચ 35 લાખથી 55 લાખ રૂપિયા છે. આ ખર્ચ આ કરતાં વધુ હોઈ શકે છે. આ ઓપરેટરની કિંમત, મૂળ શહેર, દુબઇમાં રહેવાની અવધી અને મુસાફરોની સંખ્યા પર આધારિત છે. સામાન્ય રીતે, ભારતીયો જેનો ધંધો દુબઇમાં છે તેઓને રહેવાસી વિઝા હોય છે. યુએઈ અમુક વ્યવસાયિક કેટેગરીમાં નિવાસી વિઝા પણ આપે છે.

દુબઈ નિવાસી વિઝા ધરાવતા એક ટોચના કોર્પોરેટ મેનેજરે માર્ચમાં દુબઇમાં ફાઇઝરની રસી લીધી હતી. તેની ઉંમર ભારતમાં પણ રસી લેવા માટે યોગ્ય હતી. પરંતુ તેણે કહ્યું, ‘મને લાગ્યું કે ફાઈઝરની રસી પર સારી રીતે પરીક્ષણ થયું છે, અને સલામત છે. મેં અને મારી પત્નીએ એક ખાનગી જેટ લઈને ત્યાં ગયા, અમે દુબઈમાં 20 દિવસ રોકાઈ ગયા. બધુ બરાબર ચાલ્યું. ‘

આ પરથી કહી શકાય કે અમીરોનો ફાઈઝરમાં વિશ્વાસ અને ઉંમરના કારણે દુબાઈ રસી લેવા માટે દોટ મૂકી રહ્યા છે.

આ પણ વાંચો: મનોજ જોશી પર મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ, કોવિડ -19 સમયે કરી આવી ટ્વીટ

આ પણ વાંચો: પિયુષ ગોયલે કહ્યું કોરોનાના સંકટ સમયે PM મોદી કરે છે આટલા કલાક કામ, અને સરકાર દિવસ-રાત કરે છે કામ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati