પિયુષ ગોયલે કહ્યું કોરોનાના સંકટ સમયે PM મોદી કરે છે આટલા કલાક કામ, અને સરકાર દિવસ-રાત કરે છે કામ

કોરોનાનું સંકટ વધ્યું છે. ત્યારે રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે પ્રધાનમંત્રી અને સરકારના કામોના કલાકનો હવાલો આપીને કોરોના સમયમાં થઇ રહેલા કામ વિશે વાત કરી હતી.

પિયુષ ગોયલે કહ્યું કોરોનાના સંકટ સમયે PM મોદી કરે છે આટલા કલાક કામ, અને સરકાર દિવસ-રાત કરે છે કામ
પ્રતિકાત્મક તસ્વીર
Gautam Prajapati

|

Apr 19, 2021 | 12:56 PM

રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને કોરોના સંચાલનમાં મદદ કરવા માટે 24 કલાક કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન પોતે 18-19 કલાક કામ કરી રહ્યા છે. કોરોનાની સ્થિતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપીના કેટલાક નેતાઓએ કરેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતાં ગોયલે કહ્યું હતું કે જ્યારે મુદ્દાઓને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થાય છે ત્યારે તેમને ખરાબ લાગે છે.

તેમણે કહ્યું કે પ્રચાર અભિયાનમાંથી પરત આવ્યા પછી વડા પ્રધાન મોદીએ દેશમાં રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરી. વડા પ્રધાને તેમની (પિયુષ ગોયલ) સાથે એક વાગ્યે (શનિવાર) વાગ્યે પરિસ્થિતિની વિગતો મેળવવા માટે વાત કરી. ગોયલે કહ્યું કે સરકાર કોઈ ભેદભાવ વિના રોગચાળા સામે લડી રહી છે અને આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ.

કોરોનાના વધતા જતા સંક્રમણ અને અને તેનાથી સંબંધિત ઓક્સિજન સપ્લાયની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે સોમવારથી બીજા ઓર્ડર સુધી ઇન્ડસ્ટ્રીઝના ઓક્સિજનના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે આ પ્રતિબંધમાંથી નવ ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય રેલ્વેએ દેશમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રને સૌથી વધુ હિસ્સો મળશે

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે કેન્દ્ર સરકારે 12 રાજ્યો સાથેની બેઠકમાં તેમની વિવિધ માંગણીઓ પર વિચારણા કરી હતી. રાજ્યોમાં 6,177 મેટ્રિક ટન ઓક્સિજનનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાંથી મહારાષ્ટ્રને મહત્તમ 1,500 મેટ્રિક ટન ઓક્સિજન મળશે, જ્યારે દિલ્હીને 350 મેટ્રિક ટન અને ઉત્તર પ્રદેશને 800 મેટ્રિક ટન ઓક્સિજન મળશે.

કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે રેલ્વેએ રાજ્ય સરકારોને સહાય પૂરી પાડવા માટે 4,002 કોચને કોરોના કેર કમ આઇસોલેશન સુવિધામાં રૂપાંતરિત કર્યા છે. તેમાંથી 94 કોચ મહારાષ્ટ્રના નંદુરબારમાં તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યોની વિનંતી પર તેમને અન્ય કોચ ફાળવવામાં આવશે. ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર આશુતોષ ગંગલ કહે છે કે આ માટે રાજ્યો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: આ વખતે વૃદ્ધો કરતા યુવાનો પર કોરોનાનું જોખમ વધુ, જાણો સંક્રમણના લક્ષણો વિશે નિષ્ણાંતો શું કહે છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati