ભારતીય રાજકારણી કરુણાનિધિએ તેમના પુત્રનું નામ સ્ટાલિન કેમ રાખ્યું?, જાણો ઈતિહાસ
કરુણાનિધિ એક ભારતીય રાજકારણી અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા તેઓ દ્રવિડ મુન્નેત્ર કડગમ DMK તમિલનાડુ રાજ્યમાં દ્રવિડિયન રાજકીય પક્ષના વડા હતા. 1969માં તેના સ્થાપક સી.એન. અન્નાદુરાઈના મૃત્યુ બાદ તેઓ ડીએમકેના નેતા બન્યા અને પાંચ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. ત્યારે મુત્તુવેલ કરુણાનિધિએ તેમના દિકરાનું નામ સ્ટાલિન કેમ રાખ્યુ? ચાલો જાણીએ

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્રના સનાતન ધર્મ પર નિવેદનથી દેશનું રાજકારણ ગરમાયું છે. એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન સરકારમાં રમતગમ મંત્રી છે જેમણે એક સભામાં કહ્યું કે સનાતન ધર્મ મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે અને તેને નાબૂદ કરવો પડશે અને આ નિવેદને હંગામો મચાવી દીધો. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે ઉદયના દાદા મુત્તુવેલ કરુણાનિધિએ તેમના દિકરાનું નામ સ્ટાલિન કેમ રાખ્યુ?, શું તે નામ સાથે જોડાયો છે કોઈ ઈતિહાસ જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ચાલો સમજીએ.
કરુણાનિધિ કોણ હતા?
ત્યારે સૌથી પહેલા એ જાણીએ કે કરુણાનિધિ કોણ હતા. કરુણાનિધિ એક ભારતીય રાજકારણી અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા તેઓ દ્રવિડ મુન્નેત્ર કડગમ DMK તમિલનાડુ રાજ્યમાં દ્રવિડિયન રાજકીય પક્ષના વડા હતા. 1969માં તેના સ્થાપક સી.એન. અન્નાદુરાઈના મૃત્યુ બાદ તેઓ ડીએમકેના નેતા બન્યા અને પાંચ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા.
જો કે આ પહેલા કરુણાનિધિએ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પટકથા લેખક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની બુદ્ધિમત્તા અને વકતૃત્વ કૌશલ્ય દ્વારા તેઓ રાજકારણી બની ગયા. તેઓ હંમેશા સમાજવાદી અને તર્કવાદી આદર્શોને પ્રોત્સાહન આપતા અને તેવી જ પટકથાઓ લખતા. તેમની એક ફિલ્મ પરાશક્તિ જે તમિલ સિનેમાં મોટો બદલાવ કરી દીધો. આ ફિલ્મમાં દ્રવિડ આંદોલનની વિચાર ધારાને સમર્થન આપવામાં આવ્યુ જેનો રૂઢિવાદી હિંદુઓએ ફિલ્મનો વિરોધ કર્યો કારણ કે તેમાં બ્રાહ્મણવાદની ટીકા કરતા તત્વો હતા.
કરુણાનિધિને 3 પત્નીઓ છે જેમાંથી બીજી પત્નીદયાલુ અમ્મલથી સ્ટાલિનનો જન્મ 1 માર્ચ, 1953ના રોજ થયો સ્ટાલીન તેમના ત્રીજા પુત્ર છે. ત્યારે તેમણે તેમની આ બીજી પત્નીથી થયેલા પુત્રનુ નામ સ્ટાલિન કેમ રાખ્યુ તે મોટો પ્રશ્ન છે.
શું સ્ટાલિન નામથી જોડાયેલો છે ઈતિહાસ ?
સ્ટાલિન નામ સાથે ઈતિહાસ જોડાયેલો છે તમને જણાવી દઈએ કે રશિયાના સોવિયેત રાજકીય નેતા જેમનું નામ હતુ જોસેફ સ્ટાલિન. જેમણે 1922 થી 1953 તેમના મૃત્યુ સુધી સોવિયત સંઘનું નેતૃત્વ કર્યું હતું. તેમણે સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી (1922–1952) અને સોવિયેત યુનિયન (1941–1953)ના મંત્રી પરિષદના અધ્યક્ષ તરીકે સત્તા સંભાળી હતી.જે સૌથી ક્રૂર શાસકમાંના એક માનવામાં આવતા હતા. તેમની સરખામણી ક્યારેક હિટલર સાથે પણ થતી પણ એક રિપોર્ટ મુજબ તે હિટલરથી પણ વધુ ખતરનાક હતા. તેઓ સામ્યવાદને પ્રોત્સાહન આપતા હતા.
તેણે રશિયાને એટલું શક્તિશાળી બનાવ્યું કે તેણે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની જર્મન સેનાને હરાવી દીધી. તેઓ લાંબા સમય સુધી સોવિયત સંઘના સૌથી મોટા નેતા રહ્યા હતા.તેની નીતિઓ અને હુકમોને કારણે લાખો લોકો કથિત રીતે મૃત્યુ પામ્યા હતા.
જોસેફ સ્ટાલિનના નામ પર એમ.કે સ્ટાલિનનું નામ
જો કે આ જોસેફ સ્ટાલિનથી અને તેની વાર્તાઓથી કરુણાનિધિ પહેલાથી જ ખુબ જ પ્રભાવિત થયા હતા. ત્યારે જોસેફ સ્ટાલિન 1953માં મૃત્યુ પામ્યા અને તે જ વર્ષે એમકે સ્ટાલિનનો જન્મ થયો હતો. જોસેફ સ્ટાલિનના મૃત્યુથી વિશ્વભરમાં તેમના નામની ચર્ચા ચાલી રહી હતી. નવા સ્વતંત્ર ભારતમાં લેનિન અને સ્ટાલિનને પહેલાથી જ હીરો માનવામાં આવતા હતા ત્યારે તેના આધારે જ કરુણાનિધિએ તેમના પુત્રને સ્ટાલિન નામ આપ્યુ હોવાનુ કહેવાય છે. સૂત્રોના આધારે આ જ સ્ટાલિનથી પ્રેરાયને કરુણાનિધિએ તેમના જન્મેલા પુત્રનું નામ રશિયન નેતાના નામ પર સ્ટાલિન રાખ્યું હતું.