‘યુપી’માં ગુજરાતની 4 છોકરીઓ જીન્સ અને ટી-શર્ટ પહેરીને કેમ ભીખ માંગી રહી છે ? આ રહસ્યમયી ઘટનાથી પોલીસ હેરાન
બલિયા જિલ્લાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર છોકરીઓની અટકાયત કરવામાં આવી છે. આ છોકરીઓ જીન્સ અને ટી-શર્ટ પહેરીને ભીખ માંગી રહી હતી અને એક પુસ્તક પણ વેચી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધી જ છોકરીઓ ગુજરાતની રહેવાસી છે.

ઉત્તર પ્રદેશના બલિયાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. વાત એમ છે કે, અહીં જીન્સ અને T-શર્ટ પહેરેલી ચાર છોકરીઓ રસ્તાના કિનારે આવતા જતા લોકો પાસેથી ભીખ માંગતી જોવા મળી હતી.
ચોંકવાનારી વાત તો એ છે કે, આ છોકરીઓ ગુજરાતથી આવી છે અને બલિયા રેલ્વે સ્ટેશન નજીક એક ધર્મશાળામાં રહે છે. આ કેસ અંગે જાણ થતાં જ સ્થાનિક પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. મીડિયા સૂત્રોની મળતી માહિતી મુજબ, પોલીસે બલિયા સિકંદરપુર નેશનલ હાઈવે આગળ ભીખ માંગતી ચાર છોકરીઓને કસ્ટડીમાં લીધી છે અને તમામને મહિલા પોલીસ સ્ટેશનમાં ધકેલી દીધી છે.
છોકરીઓના આધાર કાર્ડથી થયો ખુલાસો
મહિલા પોલીસ ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર, આ છોકરીઓ રસ્તા પર ઉભી રહીને ફક્ત ભીખ જ નહોતી માંગી રહી પરંતુ 10 રૂપિયાની એક બુક પણ વેચી રહી હતી. જણાવી દઈએ કે, છોકરીઓના હાથમાં 10 રૂપિયા વાળી બુક પણ મળી આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, છોકરીઓના આધાર કાર્ડ ગુજરાતના છે. બીજું કે, આ છોકરીઓ કોઈ રસીદ અથવા કાર્ડ બતાવીને ભીખ માંગી રહી હતી.
ભીખ માંગવા પાછળનું કારણ શું?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ગુજરાતની આ ચાર છોકરીઓ કોણ છે? કેમ જીન્સ અને ટી-શર્ટ પહેરીને ભીખ માંગી રહી છે? તેમના પરિવારના સભ્યો ક્યાં છે? એવી તો શું મજબૂરી છે કે તેમને ભીખ માંગવી પડી રહી છે? શું આ છોકરીઓ ઘરેથી ભાગીને અહીં આવી છે? આ બધા સવાલોનો જવાબ મહિલા પોલીસ દ્વારા ઉકેલવામાં આવશે.
વધુમાં એક સવાલ એ પણ ઊભો થાય છે કે, શું આ છોકરીઓ માનવ તસ્કરીનો ભોગ બની છે? કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાઈ ગઈ છે? સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં તેમના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો