PM મોદીની રશિયા મુલાકાત પર ચીન, પાકિસ્તાન અને અમેરિકાની કેમ છે ખાસ નજર ? ભારતને મળશે શક્તિશાળી ભેટ

|

Jul 07, 2024 | 1:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 8મી જુલાઈએ રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. ચીન, પાકિસ્તાન અને અમેરિકાની સાથે સાથે દુનિયાના ઘણા દેશો પીએમ મોદીની રશિયા મુલાકાત પર ખાસ નજર રાખી રહ્યા છે. આ પ્રવાસમાં ભારતને SU-57 અને મેંગો શેલ્સની ભેટ મળી શકે છે.

PM મોદીની રશિયા મુલાકાત પર ચીન, પાકિસ્તાન અને અમેરિકાની કેમ છે ખાસ નજર ? ભારતને મળશે શક્તિશાળી ભેટ

Follow us on

સતત ત્રીજીવારની સરકાર રચ્યાં બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ 8 જુલાઈએ રશિયાની મુલાકાતે જશે. પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જૂની મિત્રતાને વધુ એકવાર મ્હોર મારશે. હાલના વૈશ્વિક સમિકરણને ધ્યાને લઈને PM મોદીની રશિયાની મુલાકાત ઉપર ચીન, પાકિસ્તાન અને અમેરિકા બાજ નજર રાખી રહ્યાં છે. પીએમ મોદી એકમાત્ર એવા નેતા છે જેમની અમેરિકા અને રશિયા બંને સાથે ગાઢ મિત્રતા છે, આવી સ્થિતિમાં આ પ્રવાસની વિશ્વ વ્યવસ્થા પર શું અસર પડશે, શું યુક્રેન યુદ્ધને લઈને રશિયાની રણનીતિ બદલાશે, રશિયા અને ભારત વચ્ચે કયા મુદ્દે થશે સમજૂતી કરાર તે જાણીએ આ અહેવાલમાં.

પીએમ મોદીની આવતીકાલ સોમવારથી શરૂ થઈ રહેલ રશિયા મુલાકાત 2 દિવસની છે. વડાપ્રધાન મોદી 5 વર્ષ પછી રશિયા જઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ મોદીની મુલાકાતમાં ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ સિવાય પીએમ મોદી રશિયામાં ભારતીય સમુદાયને પણ મળશે. આ પ્રવાસમાં ભારતને SU-57ની ભેટ મળવા જઈ રહી છે. જ્યારે મેંગો શેલ્સ પર પણ અંતિમ તબક્કાની વાતચીત થઈ શકે છે. જેનાથી ભારતની સૈન્ય તાકાત વધશે અને વધુ શક્તિશાળી બનશે.

પીએમ મોદીની આ છઠ્ઠી મુલાકાત

છેલ્લા 10 વર્ષમાં પીએમ મોદીની રશિયાની આ છઠ્ઠી મુલાકાત હશે. આવતીકાલ 8 થી 9 જુલાઈના રોજ વડાપ્રધાન મોસ્કોમાં રશિયાની વાર્ષિક સમિટમાં ભાગ લેશે. અગાઉ, તેઓ 4-5 સપ્ટેમ્બર, 2019ના રોજ રશિયા ગયા હતા. 21 મે 2018ના રોજ બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર બેઠક પણ યોજાઈ હતી. અગાઉ, બંને નેતાઓ 31 જૂન 2017ના રોજ સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત ભારત-રશિયા સમિટમાં પણ મળ્યા હતા. આ સિવાય પીએમ મોદી 2015માં પણ બે વખત રશિયા ગયા હતા.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

ભારતને રશિયા પાસેથી કઈ ભેટ મળશે ?

રશિયા દ્વારા ભારતને AK-203 મેંગો શેલ્સ મળી શકે છે. માનવામાં આવે છે કે પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ફાઈટર જેટ Su-57 માટે કરાર પર પણ હસ્તાક્ષર થઈ શકે છે. જો આમ થશે તો તે એક ક્રાંતિકારી પગલું હશે. Su-57 એ રશિયન એરફોર્સનું ફાઈટર જેટ છે. તેની વિશેષતા સ્ટીલ્થ ટેક્નોલોજી છે, એટલે કે તે રડાર દ્વારા પકડાતુ નથી. આ જેટમાં બે સુપરસોનિક સ્પીડ એન્જિન છે. એટલા માટે આ જેટ 3,500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.

આ ફાઈટર જેટમાં દુનિયાની સૌથી એડવાન્સ એવિઓનિક્સ લગાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી અદ્યતન રડાર સિસ્ટમથી પણ સજ્જ છે. એક ફાઈટર જેટની કિંમત 5 હજાર કરોડ રૂપિયા સુધી અંદાજવામાં આવી છે. કારણ કે અત્યાર સુધી વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ ફાઈટર એરક્રાફ્ટ છે. હવે આ યાદીમાં ભારતનો સમાવેશ થશે.

Next Article