Viral: ભારતીય ચાનો વિશ્વમાં પણ દબદબો! એલોન મસ્કે મનપસંદ ચા વિશે પૂછ્યું તો રશિયા અંતરીક્ષ એજન્સીના પ્રમુખે કહ્યું “ભારતીય ચા”

|

Sep 10, 2021 | 6:01 PM

દેશમાં મોટાપાયે ચા,કોફીની નિકાસ કરવામાં આવે છે. આસામ રાજ્યમાં તૈયાર કરવામાં આવતી ચાની વિશ્વમાં પણ ખુબ ડિમાન્ડ છે. ત્યારે તાજેતરમાં ભારતીય ચાની એક તસવીર સોશિયલ મીડિયા (Social media)પર ધુમ મચાવી રહી છે.

Viral: ભારતીય ચાનો વિશ્વમાં પણ દબદબો! એલોન મસ્કે મનપસંદ ચા વિશે પૂછ્યું તો રશિયા અંતરીક્ષ એજન્સીના પ્રમુખે કહ્યું ભારતીય ચા
Dmitry Rogozin (File Photo)

Follow us on

Viral Photos: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક તસવીર અને વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલીક તસવીર એવી હોય છે, જે પોસ્ટ થતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ (Viral) થઈ જતી હોય છે. ત્યારે તાજેતરમાં આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ભારતીય ચાનો વિશ્વમાં પણ દબદબો

ભારતથી વિશ્વના ઘણા દેશો પ્રભાવિત થાય છે, ભારત ઉદ્યોગ સહિત ખેતીમાં પણ વિશ્વના દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત દેશમાં મોટાપાયે ચા,કોફીની નિકાસ થાય છે. આસામ (Assam)રાજ્યમાં તૈયાર કરવામાં આવતી ચાની વિશ્વમાં પણ ખુબ ડિમાન્ડ છે. ત્યારે તાજેતરમાં ભારતીય ચાની એક તસવીર સોશિયલ મીડિયા (Social media) પર ધુમ મચાવી રહી છે.

 

રશિયા અંતરીક્ષ એજન્સીના પ્રમુખની મનપસંદ ચા “ભારતીય ચા”

રશિયન સ્પેસ એજન્સીના ચીફ દિમિટ્રી રોગોઝિને SpaceXના સીઈઓ એલોન મસ્કને તેમના ઘરે આમંત્રણ આપવામાં આવ્યુ છે, ત્યારે તાજેતરમાં એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર તેમણે સ્પેસ એજન્સીના ચીફ દિમિટ્રી રોગોઝિને પુછ્યુ હતુ કે તમારી મનપસંદ ચા કઈ છે. ત્યારે રોગોઝિને (Rogozin)જવાબ આપ્યો હતો કે, “ચાલો મારી દાદીની મનપસંદ ભારતીય ચાથી શરૂઆત કરીએ!” ઉપરાંત રોગિઝને ટ્વિટર પર ભારતીય ચાની એક તસવીર પણ શેર કરી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

એલોન મસ્કે મનપસંદ ચા વિશે પૂછ્યું

રશિયા અંતરીક્ષ એજન્સીના પ્રમુખે કહ્યું “ભારતીય ચા”

 

આ તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે, લોકો આ તસવીર એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : ફ્લાઇટમાં એક વ્યક્તિ ગુસ્સે થઈને ભુલ્યો ભાન, ક્રૂ મેમ્બર સહિત મુસાફરોને કર્યા પરેશાન

 

આ પણ વાંચો: પબમાં એકલી બેસેલી મહિલા સાથે દારૂ પીવા માટે પહોંચી ગયું ભૂત ! વાયરલ વીડિયો જોઈને ગભરાઈ ગયા લોકો !

Next Article