પબમાં એકલી બેસેલી મહિલા સાથે દારૂ પીવા માટે પહોંચી ગયું ભૂત ! વાયરલ વીડિયો જોઈને ગભરાઈ ગયા લોકો !

સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ થાય છે. હાલમાં યૂકેના એક પબનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ભૂત હોવાનો દાવો તેને અપલોડ કરનારે કર્યો છે.

પબમાં એકલી બેસેલી મહિલા સાથે દારૂ પીવા માટે પહોંચી ગયું ભૂત ! વાયરલ વીડિયો જોઈને ગભરાઈ ગયા લોકો !
Ghost accompanies woman for a drink at Cardiff's pub

હંમેશા ભૂતોથી જોડાયેલા કિસ્સા અને વાર્તાઓ લોકો કહેતાં હોય છે, જે ક્યારેક કહેનાર વ્યક્તિની કલ્પના લાગે છે તો ક્યારેક એવું કંઈક જોવા મળે છે કે જેને જોઈને ભૂતનાં અસ્તિત્વ વિશે વિચારવા માટે મજબૂર થવું પડે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો અપલોડ થયો છે. આ ફૂટેજ પબનાં માલિક દ્વારા જ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે.

ઘણી વખત લોકો ભૂતોની દુનિયા વિશે વાત કરતા જોવા મળે છે અને ભૂત સાથે થયેલી મુલાકાતનાં કિસ્સા સંભળાવતા હોય છે અને લોકો પણ આવી વાતો સાંભળી આનંદ ઉઠાવે છે, તો કેટલાક લોકો ડરી જાય છે. આમ ભૂતપ્રેતના કિસ્સામાં કેટલાક લોકો સાચું માની લે છે તો કેટલાક લોકો એને કલ્પના માની લે છે. પરંતુ ક્યારેક એવાં વીડિયો અને ફોટોઝ આવે છે કે જેમાં લોકો ભૂત હોવાનો દાવો કરે છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એક આવો જ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. હકીકતમાં આ વીડિયો યુકેમાં કાર્ડિફમાં આવેલા ઘ લૈંસડૌન નામનાં પબમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક એવી ઘટના કેપ્ચર થઈ કે જેનાં પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ પબનાં મેનેજરનું કહેવું છે કે આ વીડિયોમાં દેખાતું ભૂત પબની પૂર્વ ઓનરનું છે જે લોકોને ડરાવીને આ પબ બંધ કરાવવા ઇચ્છે છે. આ ભયાનક ઘટનાની આ ક્લિપીંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

હૈલૈટ બડ આ પબમાં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરે છે એમણે જણાવ્યું કે આ ભૂત લેડી લૈંસડૌનનું છે જે અહીં આવતાં ગ્રાહકોની પાસે જઈને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે જેથી ડરને કારણે લોકોએ આ પબમાં આવવાનું બંધ કરી દીધું છે. આ વીડિયોમાં લૈંસડૌનનું ભૂત મેનેજરની પાસે આવીને બેસે છે અને આ છોકરીની આગળ રહેલી ખુરશી જાતે જ હલવા લાગે છે. આ વીડિયોમાં એવું લાગે છે કે જાણે ખુરશી પર કોઈ બેસેલું હોય.

આ વીડિયો પબનાં સીસીટીવી કેમેરામાં 26 જુલાઈ એ સાંજે 7:30 કલાકે રેકોર્ડ કરેલ છે. મેનેજરે જણાવ્યું હતું કે તેઓ મોબાઈલ ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક એમને લાગ્યું કે આગળ પડેલી ખુરશી ખેંચીને કોઈ એનાં પર બેસી ગયું છે. પણ મેનેજરને કોઈ દેખાયું નહીં. જેથી એમને લાગ્યું કે આ એમનો વહેમ છે એટલે વહેમને દુર કરવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એમને પૂરાવો પણ મળી ગયો.

નોંધ – અમે આ વીડિયોની સચ્ચાઈ અંગે કોઈ દાવો કરતાં નથી.

આ પણ વાંચો –

Ganesh Chaturthi 2021 : રાજકોટના એક પરિવારે લોકમેળાની થીમ પર ગણપતિની સ્થાપના કરી, જાણો આ ખાસ ગણપતિ વિશે

આ પણ વાંચો –

Sara Tendulkar : શુભમન ગિલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, એક ખાસ મેસેજ કર્યો !

Click on your DTH Provider to Add TV9 Gujarati