AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાને હરાવી ચૂકેલા ક્યારે લઈ શકે છે વેક્સિન ?

કેટલાક લોકોના મનમાં, રસી લેવા બાબતે મુંઝવતા સવાલો મનમાં થઈ રહ્યાં છે. જેમ કે જે લોકો જેઓ કોવિડથી સાજા થઈ ચૂક્યા હોય તેવા લોકો વેક્સિનનો ડોઝ લઈ શકે કે નહી ?

કોરોનાને હરાવી ચૂકેલા ક્યારે લઈ શકે છે વેક્સિન ?
કોરોનાને હરાવી ચૂકેલા ક્યારે લઈ શકે છે વેક્સિન
| Updated on: May 06, 2021 | 12:35 PM
Share

આ દિવસોમાં, કોરોના વાયરસના નવા વેરીયંટને અટકાવવા અને હર્ડ ઈમ્યુનિટીને વિકસાવીને લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે, દેશભરમાં હાલ રસીકરણ ચાલુ છે. પરંતુ રસીકરણની આ પ્રક્રિયા દરમિયાન, કેટલાક લોકોના મનમાં, રસી લેવા બાબતે મુંઝવતા સવાલો મનમાં થઈ રહ્યાં છે. જેમ કે જે લોકો જેઓ કોવિડથી સાજા થઈ ચૂક્યા હોય તેવા લોકો વેક્સિનનો ડોઝ લઈ શકે કે નહી ? કેટલાક એવા પણ સવાલ છે કે જેઓને લક્ષણ જણાતા હોય, rtpcr ટેસ્ટ કરાવ્યો હોય પણ રિપોર્ટ આવ્યો ના હોય તો તેવા લોકો પણ રસી લઈ શકે કે નહી ?

નિષ્ણાતોના મતે, રસી એક એવો વિકલ્પ છે જેના દ્વારા આપણે કોરોના વાયરસ સામે લડવા માટે આપણી રોગ પ્રતિકાર શક્તિ વધારીએ છીએ. આપણે સૌ એ બાબતથી જાણકાર છીએ કે, જેમની રોગપ્રતિકાર શક્તિ નબળી હોય તેવા કોરોના સંક્રમણનો આસાનીથી ભોગ બની રહ્યાં છે. આવી સ્થિતમાં જે લોકોએ વેકેસિન લીધી હોય તેવો કોરોના સંક્રમણનો સામનો કરી શકે છે. આવી વ્યક્તિઓ માટે કોરોના જીવલેણ બહુ નથી બનતો.

પરંતુ હવે સવાલ એ છે કે જે લોકો પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હોય, તેવા લોકોએ વેક્સિન લેવી જોઈએ કે નહી ? અથવા તો સાજા થયા બાદ કેટલો સમય જવા દેવો જોઈએ. જો તમને પણ કોરોના થઈ ગયો હોય અથવા થયો હોય તો આ બાબત તમારે જાણવી જરૂરી છે.

તબીબી સંશોધન મુજબ, કોરોના વાયરસની તમામ રસી 80 ટકા કરતા વધુ અસરકારક છે અને કોરોનાના દર્દીમાં જોવા મળતા જીવલેણ ગંભીર લક્ષણોની અસર ઓછી કરે છે. વધુને વધુ લોકોને કોરોનાની રસી અપાય તો કોવિડ19થી થતા મૃત્યુદર ખૂબ મોટી માત્રામાં ઘટાડી શકાય છે. એક વાર કોરોનાની રસી લીધા બાદ, બીજીવાર કોરોના થવાની શક્યતા નહીવંત છે.

સામાન્ય લોકો કોઈપણ સમયે રસી લઈ શકે છે. પરંતુ જેઓ તાજેતરમાં કોરોનાથી સાજા થયા છે, તેઓને થોડા અઠવાડિયા પછી જ રસી લેવી જોઈએ. આનું કારણ છે કે કોવિડ દર્દી સાજા થયા બાદ, કુદરતી જ રોગપ્રતિકાર શક્તિ મળે છે અને તેમાં હાજર એન્ટિબોડીઝ પણ તેમને સુરક્ષા પૂરી પાડે છે.

ઉપરાંત, જે લોકોએ તાજેતરમાં કોરોના પરીક્ષણ કરાવ્યું હોય છે, તેઓએ થોડા અઠવાડિયા પછી રસી લઈ શકે છે. જો તેમનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હોય તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તમે કોરોનાના સંક્રમણથી સંપૂર્ણપણે મુક્ત ના થાવ ત્યા સુધી રસી લેવી યોગ્ય નથી. કારણ કે રસીકરણ કેન્દ્રમાં તમે જ્યારે રસી લેવા જાવ ત્યારે તમે અન્યોને પણ કોરોનાથી સંક્રમિત કરી શકો છો.

કેટલાક તબીબી સંશોધન જણાવે છે કે COVID-19 સંક્રમિત વ્યક્તિ સાજા થાય ત્યારે તેમની, કુદરતી રોગપ્રતિકાર શક્તિ વધે છે. જે 90-180 દિવસ સુધી ચાલે છે. જો કે, દરેક દર્દીની રોગપ્રતિકારક શક્તિ જુદી જુદી હોઇ શકે છે, અને આ સિવાયના પહેલાથી જો કેટલાક ગંભીર પ્રકારના રોગ લાંબા સમયથી હોય તો અડચણરૂપ બની શકે છે. આથી કોરોનાથી સાજા થયાના 2 થી 8 અઠવાડિયા પછી રસી લેવાનું વધુ સારું રહેશે.

બીજી બાજુ, જો તમે રસીનો પ્રથમ ડોઝ લીધો હોય અને તે પછી તમે કોરોના પોઝીટીવ દર્દી સાથે સંપર્ક થયો હોય, તો તમારે 2 અઠવાડિયા પછી રસી લેવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">