AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘઉંનો જથ્થો 5 વર્ષના સૌથી નીચલા સ્તરે … તમારી ભોજનની થાળી સહિત બ્રેડ, બિસ્કીટ, રોટલીના ભાવમાં ઝીંકાશે વધારો

આખા દેશમાં હાલમાં લોટના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે ઘઉંના Wheat price ઓછા ઉત્પાદનને કારણે લોટના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ સરકારી ગોડાઉનમાં ઘઉંનો જથ્થો 5 વર્ષના સૌથી નીચલા સ્તરે માત્ર 310 લાખ ટન છે.

ઘઉંનો જથ્થો 5 વર્ષના સૌથી નીચલા સ્તરે ... તમારી ભોજનની થાળી સહિત બ્રેડ, બિસ્કીટ, રોટલીના ભાવમાં ઝીંકાશે વધારો
WHEAT PRICE HIKE
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 5:41 PM
Share

Wheat Price in India: આખા દેશમાં હાલમાં લોટના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે ઘઉંના Wheat price ઓછા ઉત્પાદનને કારણે લોટના ભાવમાં વધારો Price Increase  થયો છે. તો બીજી તરફ સરકારી ગોડાઉનમાં ઘઉંનો જથ્થો  wheat stock  5 વર્ષના નીચલા સ્તરે માત્ર 310 લાખ ટન છે. સરકારે ઘઉંની ઉપજનું અનુમાન 11.13 કરોડથી ઘટાડીને 10. 5 કરોડ ટન કર્યું છે. અને જૂનો સ્ટોક તથા આ વર્ષની ખરીદીને ભેગી કરવામાં આવે તો 1લી મે સુધીમાં સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક 5 વર્ષના સૌથી નીચલા સ્તરે નોંધવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે. તેમજ  ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. સાથે જ લોકોના ઘરના બજેટમાં પણ વધારો ઝીંકાઈ શકે છે. કારણ કે ઘઉના લોટની બનાવટોના ભાવ વધી શકે છે. કારણ કે લોટના ભાવ વધ્યા છે સોમવારે મુંબઇમાં ઘઉંના લોટનો ભાવ કિલોનો 49 રૂપિયા હતો. આ ભાવ વધવાને કારણે બ્રેડ, બિસ્કીટ, કચોરી કે અન્ય વસ્તુના ભાવ વધશે. તો રોટલી ભાખરી, કે અન્ય લોટના ભાવ વધવાથી ઘરનું બજેટ પણ ખોરવાઈ શકે છે.

ઘઉંનો સ્ટોક છેલ્લા 5 વર્ષોના નીચલા સ્તરે

ઘઉંનો સ્ટોક આ વર્ષે છેલ્લા પાંચ વર્ષો કરતાં ઓછો છે. તેથી ઘઉંની કિંમતોમાં વઘારો થયો છે. તો શું સરકાર પોતાના જથ્થામાંથી બજારમાં ઘઉંનો જથ્થો આપશે ? આ ત્યારે જ શક્ય બને જ્યારે સરકારી ગોડાઉન ઘઉથી ભરેલા હોય. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન અને સરકારની ખરીદીની જે પરિસ્થિતિ છે તે જોતા લાગતું નથી કે સરકાર ગોડાઉનમાં ઘઉં ફાળવી શકે. સરકારે ઘઉંની ઉપજનું અનુમાન 11.13 કરોડથી ઘટાડીને 10. 5 કરોડ ટન કર્યું છે. અને જૂનો સ્ટોક તથા આ વર્ષની ખરીદીને ભેગી કરવામાં આવે તો 1લી મે સુધીમાં સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક 5 વર્ષના સૌથી નીચલા સ્તરે નોંધવામાં આવ્યો છે.

કેન્દ્રીય પૂલમાં પડેલો ઘઉંનો જથ્થો ખાદ્ય સુરક્ષા મિશનથી માંડીને પ્રધઆનમંત્રી ગરીબ કલ્યાણ યોજના(PM Garib Kalyan Yojana) જેવી સરકારી યોજનાઓમાં વપરાય છે. તે ઉપરાંત સશસ્ત્ર બળો માટે ઉપયોગમાં લેવાનારા રેશનમાં પણ આ ઘઉં જાય છે. સાથે જ રણનીતિક અને ઓપરેશનલ સ્ટોકમાં જુદા ઘઉં રાખવામાં આવે છે. આ બધી જ જરૂરિયાત સરકાર પૂરી કરે તો ખુલ્લા બજાર માટે સરકાર પાસે વધારે જથ્થો બચશે નહીં.

વધુમાં ગત વર્ષે ઘઉંની 78 લાખ ટન નિકાસ કરવામાં આવી હતી. તેને જોતા સરકારે આ વર્ષે 100 લાખ ટન ઘઉં એક્સોપર્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જો એક્સપોર્ટમાં જ આટલા ઘઉં રાખો તો ઘરેલું બજારમાં ઘઉંની અઠત સર્જાઈ શકે છે. તેના કારણે ઘઉંની બનાવટો જેવી કે બ્રેડ, બિસ્કીટ, રોટલીના ભાવમાં વધારો થઈ શકે છે. આ બાબતોને જોતા લાગી રહ્યું છે કે ભોજનની થાળી મોંઘી થઈ શકે છે

g clip-path="url(#clip0_868_265)">