WhatsApp Down: પોણા બે કલાક બાદ વોટ્સએપ ફરી શરૂ થયું, ખામી દૂર કરીને સિસ્ટમ રિસ્ટોર કરાઈ
ભારતમાં વોટ્સએપ યુઝર્સ હાલમાં મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવામાં અસમર્થ છે. આ આઉટેજ વ્યક્તિગત ચેટ્સ તેમજ ગ્રુપ ચેટ્સ બંનેને અસર કરી રહ્યું છે.

વોટ્સએપ (WhatsApp) મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વિશ્વભરમાં સૌથી લોકપ્રિય એપ છે, પરંતુ વોટ્સએપ સર્વરમાં સમસ્યાને કારણે વપરાશકર્તાઓને મુશ્કેલી પડી રહી છે. સર્વર બંધ થવાને કારણે, ન તો યુઝર્સ મેસેજ મોકલી શકે છે અને ન તો પ્રાપ્ત કરી શકે છે. એક કલાકથી સર્વર ડાઉન (WhatsApp Down) હોવાનું યુઝર્સ કહી રહ્યા છે. ત્યારે વોટ્સએપ કામ ન કરતું હોવાનું ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. વોટ્સએપ કોલિંગ પણ ઠપ્પ થયું છે. જેના લીધે યુઝર્સને મુુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ દુનિયાના અનેક દેશોમાં સર્વિસ ડાઉન હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપ સર્વર બંધ થવાના કારણે કરોડો યુઝર્સ પ્રભાવિત થયા છે.
આઉટેજ ડિટેક્શન વેબસાઇટ DownDetector એ પુષ્ટિ કરી છે કે WhatsApp હજારો વપરાશકર્તાઓ માટે ડાઉન થયું છે. વેબસાઇટના હીટ-મેપના આધારે, વોટ્સએપ ડાઉન થયેલા વિસ્તારોમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનૌ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે, પરંતુ આઉટેજ દરેક જગ્યાએ વપરાશકર્તાઓને અસર કરી રહ્યું છે.
WhatsApp વેબ પણ આઉટેજથી પ્રભાવિત જણાય છે, અને એપ્લિકેશનનું વેબ ક્લાયંટ હવે કનેક્ટ થઈ રહ્યું નથી. WhatsApp વેબને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને એરર મેસેજ જોવા મળી રહ્યો છે. ત્યારે વોટ્સએપ તરફથી સર્વર ડાઉન હોવાનું સ્વીકાર્યું છે. અને ખામી દુર કરી સિસ્ટમ રિસ્ટોર કરવાના પ્રયાસ ચાલુ છે તેમ મેટાએ જણાવ્યું છે.
લોકો નીચે પ્રમાણે ટ્વિટ કરી રહ્યા છે
ટ્વિટર પર વોટ્સએપ યુઝર્સ આ સમસ્યા વિશે માત્ર ટ્વિટ જ નથી કરી રહ્યા, પરંતુ વોટ્સએપ સર્વર ઠપ્પ થઈ ગયા બાદ હવે ટ્વિટર પર મીમ્સ પણ વાયરલ થવા લાગ્યા છે. રિયલ ટાઈમ મોનિટર ડાઉનડિટેક્ટર અનુસાર, દેશના વિવિધ ભાગોમાં વપરાશકર્તાઓ સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવાની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
People coming to twitter after #whatsappdown 😭😂 pic.twitter.com/kt1tZRDMbQ
— Aritra ❤️ (@Aritra05073362) October 25, 2022
#WhatsApp down people are coming to twitter to confirm is that true😂 pic.twitter.com/FM42NYkfUL
— Awais Wajid (@awais_wajid23) October 25, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બપોરે 12:30 વાગ્યાથી વોટ્સએપ સેવાઓ ઠપ થઈ ગઈ છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે સૌથી પહેલા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલવાની સમસ્યા સામે આવી હતી, ત્યારબાદ યુઝર્સને વન-ટુ-વન એટલે કે પર્સનલ ચેટમાં આવી જ સમસ્યા થવા લાગી હતી.
યુઝર્સને પડી આ સમસ્યાઓ
આપને જણાવી દઈએ કે આ સમસ્યાથી માત્ર સ્માર્ટફોન યુઝર્સ જ પ્રભાવિત નથી થયા પરંતુ વોટ્સએપ વેબ યુઝર્સને પણ સર્વરની સમસ્યાને કારણે મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
વોટ્સએપ ડાઉન પર કંપનીએ શું કહ્યું?
હાલમાં વોટ્સએપ સર્વરમાં સમસ્યા અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સમાચાર લખાય છે ત્યાં સુધી, આ સમસ્યાનો હાલ ઉકેલ આવ્યો નથી અને કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આવી સ્થિતિમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સમસ્યા શાના કારણે થઈ છે અને આ સમસ્યા ક્યાં સુધી દૂર થશે.
વોટ્સએપ ફરી શરૂ થયું
હાલ મળતી માહિતી મુજબ વોટ્સએપ ફરી શરૂ થઈ ગયું છે. પોણા બે કલાક બાદ વોટ્સએપ ફરી શરૂ થયું છે, ત્યારે ખામી દૂર કરીને સિસ્ટમ રિસ્ટોર કરાઈ છે. ગયા વર્ષે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પ્લેટફોર્મ લગભગ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બંધ રહ્યું, જેના પગલે અબજો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બંધ રહેવાના કારણે ઝ્કરબર્ગે માફી માંગી હતી. આ આઉટેજની અસર અમેરિકાના બજારમાં ફેસબુકના શેરમાં પણ જોવા મળી અને કંપનીના શેર 6 ટકા સુધી ઘટ્યા. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે. જ્યારે વ્હોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે.