AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ તે વળી કેવા લગ્ન કે જ્યાં ના તો દુલ્હન છે કે ના તો દુલ્હો

લગ્ન થઈ રહ્યા હોય અને માથે ચિંતા કે જવાબદારીનો ભાર ના હોય તેવું કેવી રીતે શક્ય બને? હા, આવું જ કઇંક હવે ભારતની રાજધાની દિલ્હીમાં શક્ય બન્યું છે. દિલ્હીમાં લગ્ન તો થઈ રહ્યા છે પરંતુ તેમાં ના તો દુલ્હન છે કે ના તો દુલ્હો.

આ તે વળી કેવા લગ્ન કે જ્યાં ના તો દુલ્હન છે કે ના તો દુલ્હો
| Updated on: May 02, 2025 | 5:04 PM
Share

લગ્ન થઈ રહ્યા હોય અને માથે ચિંતા કે જવાબદારીનો ભાર ના હોય તેવું કેવી રીતે શક્ય બને ? હા, આવું જ કઇંક હવે ભારતની રાજધાની દિલ્હીમાં શક્ય બન્યું છે. વાત એમ છે કે, જેન-ઝી જનરેશન આવ્યા બાદ લોકોની વિચારવાની શૈલી જ આખી બદલાઈ ગઈ છે. દિલ્હીમાં ફેક વેડિંગ્સનો એક નવો ક્રેઝ શરૂ થયો છે, જેમાં ના તો દુલ્હન હોય છે કે ના તો દુલ્હો પરંતુ મહેંદી, ઢોલ, ડેકોરેશનથી લઈને ઘણું બધું એક વાસ્તવિક લગ્ન જેવું જ લાગી રહ્યું ​​છે.

ટ્રેન્ડ ફેમસ થઈ રહ્યો છે

આ ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, જ્યાં લોકો ફક્ત મનોરંજન અને સોશિયલ મીડિયા કોન્ટેન્ટ માટે ‘લગ્ન’માં હાજરી આપી રહ્યા છે. દિલ્હી સ્થિત સોશિયલ મીડિયા પ્રોફેશનલ અવંતિકા જૈને ઇન્સ્ટાગ્રામ પર નકલી સંગીત પાર્ટીની જાહેરાત જોઈ ત્યારે તેણે તે તેના મિત્રો સાથે શેર કરી. અવંતિકાના જણાવ્યા મુજબ, કોલેજના દિવસોમાં તે અને તેના મિત્રો હંમેશા લગ્નની થીમ જેવી પાર્ટીનું સપનું જોતા હતા.

લગ્નની થીમનું સપનું હતું અને એ સપનું પૂરું કરવા માટે અવંતિકા લગભગ 100 યંગસ્ટર્સ સાથે કુતુબ મિનારની સામે આવેલા એક પ્રીમિયમ રેસ્ટોરન્ટ અને ક્લબમાં નકલી સંગીત કાર્યક્રમનો આનંદ માણવા પહોંચી ગઈ હતી. પાર્ટીનો ડ્રેસ કોડ દેશી હતો અને તેણે લહેંગો પહેર્યો હતો.

સજાવટ પણ વાસ્તવિક લગ્ન જેવી

રેસ્ટોરન્ટને લગ્નની થીમ પ્રમાણે જ એટલે કે પીળા અને ગુલાબી રંગના ડેકોરેશન તેમજ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. અલગ અલગ સ્થળોએ ફોટો બૂથ પણ હતા, જ્યાં દરેક વ્યક્તિ ફોટા પડાવી શકતા હતા. આટલું જ નહીં, વાસ્તવિક લગ્ન સંગીત સમારંભની જેમ પાર્ટીમાં મહેંદી આર્ટિસ્ટ પણ હાજર હતા, જેઓ મહેમાનોના હાથ પર મહેંદી લગાવી રહ્યા હતા. પાર્ટીમાં પંજાબી અને હિન્દી ગીતોની પ્લેલિસ્ટ હતી.

રજીસ્ટ્રેશન કરો અને વેડિંગ પાર્ટીમાં મજા કરો

આ પાર્ટીમાં ફક્ત યંગસ્ટર્સ જ નહીં પરંતુ 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પણ હાજરી આપી હતી. જો તમે પણ આવી પાર્ટીમાં જવા માંગો છો અને મોજ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે અંદાજિત 550 રૂપિયાની એન્ટ્રી ફી ચૂકવવી પડે છે. કેટલીક ઇવેન્ટ કંપનીઓ અને ડાન્સ કોરિયોગ્રાફરો સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવા માટે નકલી લગ્નોનું પણ આયોજન કરતાં હોય છે. તેમનું માનવું છે કે, આવા વીડિયો જે વાસ્તવિક લગ્ન જેવા દેખાય છે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">