Krishi Udan 2.0: શું છે કૃષિ ઉડાન 2.0 યોજના, કયા ખેડૂતોને મળશે તેનો ફાયદો, જાણો હવે સરકારની શું છે તૈયારી
ખેડૂતોને પોતાના ઉત્પાદનને વેચવા માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની જરૂર પડે છે. એવામાં તેઓએ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. અનેક વખત તો તેમનો પાક માર્કેટ સુધી પહોંચતા પહોંચતા જ ખરાબ થઈ જતો હોય છે. જેથી ખેડૂતોની મહેનત બેકાર થઈ જાય છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંઘિયાએ કૃષિ ઉડાન યોજના 2.0 શરૂ કરી છે. જેનાથી ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેડૂતોને પોતાના ઉત્પાદનને વેચવા માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની જરૂર પડે છે. એવામાં તેઓએ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. અનેક વખત તો તેમનો પાક માર્કેટ સુધી પહોંચતા પહોંચતા જ ખરાબ થઈ જતો હોય છે. જેથી ખેડૂતોની મહેનત બેકાર થઈ જાય છે.
ખેડૂતોને આ નુકસાનથી બચવા માટે અને પાકને સુરક્ષિત માર્કેટમાં પહોંચાડવા માટે પ્રધાનમંત્રી કૃષિ ઉડાન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત વર્ષનું બજેટ 2020-21 રજૂ કરતાં સમયે કરી હતી. 2021માં આ યોજના શરૂ થઈ ગઈ હતી. યોજનાને શરૂ કરવા માટે નેશનલ રૂટ, ઈન્ટરનેશનલ રૂટ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સહયોગ લેવામાં આવે છે. જેથી ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના પરિવહનની દિશામાં મદદ મળી રહે.
કૃષિ ઉડાન 2.0 યોજનાથી ખેડૂતોને કઈ રીતે લાભ મળશે
કૃષિ ઉડાન યોજના 2021ની મદદથી ખેડૂતો મત્સ્ય ઉત્પાદન, દુધ અને ડેરી ઉત્પાદન, માંસ જેવા ઉત્પાદનને જલ્દીથી જલ્દી માર્કેટ સુધી પહોંચાડી શકે છે. કારણ કે હવાઈ માધ્યમથી આ કામ સૌથી ઝડપી થઈ શકે છે. એટલા માટે સરકારે આ યોજના થકી ખેડૂતો સુધી લાભ પહોંચાડવાનું વિચાર્યું છે.
દેશના જે ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવા માગે છે તેઓ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. કૃષિ ઉડાન યોજના અંતર્ગત સરકાર એરલાઈનોને પણ પ્રોત્સાહન આપશે. દેશના વિવધ ભાગોમાં કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે હવાઈ મથકનો ઉપયોગ કરવામાં આવશે. યોજના હેઠળ ઉડાનોમાં ઓછામાં ઓછી સીટો સબ્સિડી વાળી ભાડે આપવામાં આવશે.
કૃષિ ઉડાન 2.0ની મુખ્ય વિશેષતાઓ
હવાઈ પરિવહન દ્વારા કૃષિ-ઉત્પાદનોની અવર-જવરને સુવિધા જનક બનાવા માટે તેને પ્રોત્સાહિત કરવા ભારતીય કાર્ગો એરક્રાફ્ટ અને P2C એરક્રાફ્ટ માટે લેન્ડિંગ, પાર્કિંગ, TNLC અને RNFC ચાર્જીસની સંપૂર્ણ છૂટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પસંદગીના એરપોર્ટ પર. મુખ્યત્વે NER, ડુંગરાળ અને આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
કૃષિ ઉડાન 2.0ના પ્રથમ તબક્કા માટે કુલ 53 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી મોટાભાગના AAI(Airports Authority of India) દ્વારા સંચાલિત છે. એરપોર્ટની વ્યૂહાત્મક પસંદગી મુખ્યત્વે ઉત્તરપૂર્વીય ક્ષેત્ર પર કેન્દ્રિત છે. વધુમાં તે ઉત્તર, સમગ્ર પશ્ચિમ કિનારો અને દક્ષિણ ભારત (બે ટાપુઓ સહિત) આવરી લે છે.
કૃષિ ઉડાન 2.0ના અમલીકરણ માટે એરપોર્ટની પસંદગી સમગ્ર દેશને લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. દેશના પસંદ કરાયેલા એરપોર્ટ માત્ર પ્રાદેશિક સ્થાનિક બજાર સુધી પહોંચતા નથી, પરંતુ તેમને દેશના આંતરરાષ્ટ્રીય ગેટવે સાથે પણ જોડે છે.
ઈ-કુશલનો વિકાસ (સસ્ટેનેબલ કમ્પોઝિટ એગ્રી-લોજિસ્ટિક્સ માટે કૃષિ ઉડાન). એક પ્લેટફોર્મ વિકસાવવાની દરખાસ્ત કે જે તમામ હિતધારકોને માહિતીના પ્રસારની સુવિધા આપશે. તે એક જ પ્લેટફોર્મ હશે જે સંબંધિત માહિતી પ્રદાન કરશે તેમજ યોજનાના સંકલન, દેખરેખ અને મૂલ્યાંકનમાં મદદ કરશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) સાથે ઈ-કુશળનું એકીકરણ પ્રસ્તાવિત છે. હબ અને સ્પોક મોડલ અને ફ્રેઈટ ગ્રીડ (કાર્ગો ટર્મિનલ માટે ચિહ્નિત સ્થળો)ના વિકાસની સુવિધાને સરળ બનાવશે.
આ પણ વાંચો: Lemon Farming: લીંબૂની ખેતી કરતા ખેડૂતો માટે 5 બેસ્ટ ટિપ્સ, આખું વર્ષ થશે જોરદાર કમાણી