West Bengal: 2025 પહેલા મમતા બેનર્જીની સરકાર તુટી પડશે, પછી નહીં થાય રામનવમીમાં હિંસા: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે દીદીના શાસનમાં બંગાળ બોમ્બ વિસ્ફોટોનું કેન્દ્ર બની ગયું છે. ભાજપની સરકાર બને તો રામનવમીમાં હિંસા નહીં થાય. જણાવી દઈએ કે બંગાળમાં રામ નવમીની હિંસા બાદ અમિત શાહ પહેલીવાર બંગાળ પહોંચ્યા હતા. તેમણે બીરભૂમમાં ભાજપના પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.
પશ્ચિમ બંગાળમાં રામ નવમીની હિંસા બાદ અમિત શાહ પહેલીવાર બંગાળ પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે બીરભૂમ જિલ્લાની સિઉડી સભામાં મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે વર્ષ 2024માં પીએમ મોદીને વડાપ્રધાન બનાવવાના છે. તેમણે કહ્યું કે જો વર્ષ 2024માં ભાજપને 35થી વધુ સીટ આપવામાં આવે છે તો મમતા બેનર્જીની સરકાર વર્ષ 2025 સુધી નહીં રહે.
દીદીના શાસનમાં બંગાળ બોમ્બ વિસ્ફોટોનું કેન્દ્ર બની ગયું છે. ભાજપની સરકાર બને તો રામનવમીમાં હિંસા નહીં થાય. જણાવી દઈએ કે બંગાળમાં રામ નવમીની હિંસા બાદ અમિત શાહ પહેલીવાર બંગાળ પહોંચ્યા હતા. તેમણે બીરભૂમમાં ભાજપના પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.
#WATCH | “…The only way to remove the crime of ‘Didi-Bhatija’ is BJP. The only way to free Bengal off terror is BJP. The only way to stop infiltration in Bengal is BJP…Give us 35 seats in 2024, there will be no need for 2025 (West Bengal poll); before 2025 Mamata did’s govt… pic.twitter.com/xDaTMXKDnb
— ANI (@ANI) April 14, 2023
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વર્ષ 2024માં પીએમ મોદીને વડાપ્રધાન બનાવવાના છે. હું સમગ્ર બંગાળના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આના પર ગૃહમંત્રીએ બોગાતુઈ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે દેશમાં પહેલીવાર આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યું છે. બંગાળની આ જનતાએ વિધાનસભા ચૂંટણીમાં 77 સીટ આપી છે. ભાજપ માટે આ બહુ મોટી જવાબદારી છે. બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો અને શુભેન્દુ અધિકારી દીદીની ગુંડાગીરી સામે લડવા માટે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ચીનની ઊંઘ થશે હરામ ! Arunachal Pradesh બનશે ટુરિસ્ટ હબ, વિશ્વયુદ્ધના આ દ્રશ્યો પણ જોવા મળશે
દીદી અને ભત્રીજાને હટાવો અને ભાજપ લાવો: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે દીદી અને ભત્રીજાને હરાવીને જ બંગાળને બચાવી શકાય છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી આયુષ્માન ભારત યોજના મેળવવા નથી ઈચ્છતી. બંગાળમાં એકવાર ભાજપની સરકાર બનાવો. 8 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયાની મફત આરોગ્ય સેવાઓ આપશે. તેમણે કહ્યું કે જેઓને ભારત સરકારે ગાયની તસ્કરીના કેસમાં જેલમાં ધકેલી દીધા છે. તેમને અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે તમે બંગાળમાંથી બોમ્બ વિસ્ફોટ અટકાવવા માંગો છો. ગાયની તસ્કરી, ઘૂસણખોરી રોકવા ઈચ્છો છો. ભાઈ-ભત્રીજાવાદ બંધ કરવો છે. મમતા બેનર્જી કરી શકે છે, ના, તે માત્ર અને માત્ર મોદીજી જ કરી શકે છે. તેણે કહ્યું, “હું તમને ગેરંટી આપીને જાઉં છું. ભાજપ મમતા દીદીના હિટલર જેવું શાસન નહીં ચાલવા દે. દીદીનો ભત્રીજો મુખ્યપ્રધાન નહીં બને. આગામી મુખ્યપ્રધાન ભાજપના જ હશે.
દેશને સુરક્ષિત રાખવો છે તો માટે પીએમ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવો
તેમણે કહ્યું કે મમતા દીદી પાકિસ્તાનને કડક જવાબ આપી શકે છે? માત્ર મોદીજી જ કાશ્મીરમાંથી આતંકવાદને ખતમ કરી શકે છે. અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ. મમતા બેનર્જી, કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ મંદિરને અટકાવીને બેઠા હતા. મોદીજીએ અયોધ્યામાં મંદિર બનાવ્યું. દેશને સુરક્ષિત બનાવવો છે અને દેશને સમૃદ્ધ બનાવવો છે તો મોદીજીને વડાપ્રધાન બનાવવા પડશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…