કેન્દ્રના BSFના અધિકારક્ષેત્ર વધારવાના નિર્ણય સામે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ઠરાવ પસાર, પંજાબ પછી આવું કરનાર બીજું રાજ્ય

|

Nov 16, 2021 | 5:25 PM

કેન્દ્ર સરકારે સરહદને અડીને આવેલા રાજ્યોમાં BSFના અધિકારક્ષેત્રમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત હવે BSF આંતરરાષ્ટ્રીય સરહદની અંદર 15 કિમીને બદલે 50 કિમી સુધીના વિસ્તારમાં કાર્યવાહી કરી શકશે.

કેન્દ્રના BSFના અધિકારક્ષેત્ર વધારવાના નિર્ણય સામે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ઠરાવ પસાર, પંજાબ પછી આવું કરનાર બીજું રાજ્ય
West Bengal Legislative Assembly passes resolution against Centre's decision to extend BSF jurisdiction

Follow us on

કેન્દ્ર સરકારે સરહદ(Border)ને અડીને આવેલા રાજ્યોમાં BSFના અધિકારક્ષેત્રમાં (Jurisdiction) વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત હવે BSF હવે આંતરરાષ્ટ્રીય સરહદ(International border)ની અંદર 50 કિમી સુધીના વિસ્તારમાં કાર્યવાહી કરી શકશે. જો કે બંગાળ સરકારે BSFના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના આ નિર્ણય સામે ઠરાવ લાવવાની વિધાનસભામાં જાહેરાત કરી હતી. પંજાબ પછી કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કરનાર પશ્ચિમ બંગાળ બીજું રાજ્ય છે.

 

સૌથી પહેલા પંજાબે ઠરાવ પસાર કર્યો
પંજાબે સૌથી પહેલા કેન્દ્રના આ નિર્ણય સામે ઠરાવ પસાર કર્યો હતો. પંજાબ વિધાનસભાએ ગુરુવારે BSFના અધિકારક્ષેત્રમાં વધારો કરવાના નિર્ણય વિરુદ્ધ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો. હવે કેન્દ્રના આ નિર્ણય સામે ઠરાવ પસાર કરનારાઓની યાદીમાં પશ્ચિમ બંગાળનું નામ પણ જોડાઈ ગયું છે. ગૃહમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે શિરોમણી અકાલી દળે હંમેશા રાજકારણના સંકુચિત દ્રષ્ટિકોણથી બધુ જોયું. તેમણે કેન્દ્રના આ નિર્ણયને રાજ્યની સત્તામાં હસ્તક્ષેપ ગણાવ્યો હતો.

”BSF કાયદાના દાયરાની બહાર છે”
પશ્ચિમ બંગાળ વિધાનસભાએ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સરહદથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના અધિકારક્ષેત્રને 15 કિમીથી 50 કિમી સુધી વધારવાના કેન્દ્રના પગલા સામે ઠરાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ તૃણમૂલ કોંગ્રેસના સંસદીય કાર્ય મંત્રી પાર્થ ચેટર્જીએ રજૂ કર્યો હતો. ચેટરજીએ કહ્યું કે, “કેન્દ્રનો આ નિર્ણય રાજ્યના સંઘીય માળખામાં દખલ કરશે અને BSF કાયદાના દાયરાની બહાર છે.”

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

દરખાસ્ત વિરૂદ્ધ ઘણા મત
પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતાએ કહ્યું, ‘પ્રધાનને વિનંતી કરવામાં આવે છે કે તેમણે જે પ્રસ્તાવ મૂક્યો છે તેને પાછો ખેંચી લે. બીએસએફનું કાર્યક્ષેત્ર માત્ર 50 કિમી નહીં પણ 80 કિમી સુધી વધારવું જોઈએ. વિધાનસભ્યો વચ્ચે મતદાન બાદ પ્રસ્તાવની તરફેણમાં 112 અને વિરોધમાં 63 મત પડ્યા હતા. બાદમાં, સ્પીકરે જાહેરાત કરી કે દરખાસ્ત તરફેણમાં બહુમતી મતો સાથે પસાર કરવામાં આવી છે. આ ઠરાવ સાથે, BSFના અધિકારક્ષેત્રના વિસ્તરણ સામે ઠરાવ પસાર કરનાર પંજાબ પછી પશ્ચિમ બંગાળ બીજું રાજ્ય બન્યું છે.

આ પણ વાંચોઃ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ-શ્રી હરિકૃષ્ણ મહારાજનો ૧૯૭ મો વાર્ષિક પાટોત્સવ દબદબાભેર ઉજવાયો

આ પણ વાંચોઃ આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલની અધ્યક્ષતામાં આદિજાતિ પ્રમાણ પત્ર મામલે મહત્વની બેઠક યોજાઈ

 

Published On - 5:23 pm, Tue, 16 November 21

Next Article