West Bengal: પૂર્વ બીજેપી અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘સ્વામી વિવેકાનંદ’નો અવતાર કહ્યા, તૃણમૂલ કોંગ્રેસે ભાજપ અને રાહુલ સિન્હા પર પ્રહાર કર્યા

રાહુલ સિન્હાના આ નિવેદન બાદ હંગામો શરૂ થઈ ગયો છે. TMC એ ભાજપ અને રાહુલ સિન્હા પર પ્રહાર કર્યા છે. રાહુલ સિન્હાએ દાવો કર્યો હતો કે પીએમ મોદી સ્વામી વિવેકાનંદના બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છે.

West Bengal: પૂર્વ બીજેપી અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'સ્વામી વિવેકાનંદ'નો અવતાર કહ્યા, તૃણમૂલ કોંગ્રેસે ભાજપ અને રાહુલ સિન્હા પર પ્રહાર કર્યા
PM-Narendra-Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 6:19 PM

પશ્ચિમ બંગાળના બીજેપી નેતા અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાહુલ સિંહાએ નરેન્દ્ર મોદીની સરખામણી સ્વામી વિવેકાનંદ સાથે કરી છે. તેમણે પીએમ મોદીને સ્વામી વિવેકાનંદનો અવતાર ગણાવ્યા છે. રાહુલ સિન્હાના આ નિવેદન બાદ હંગામો શરૂ થઈ ગયો છે. TMC એ ભાજપ અને રાહુલ સિન્હા પર પ્રહાર કર્યા છે. રાહુલ સિન્હાએ દાવો કર્યો હતો કે પીએમ મોદી સ્વામી વિવેકાનંદના બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છે. તેમના આ નિવેદન બાદ ટીએમસીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તમને કહ્યુ કે જો સ્વામીજી જીવતા હોત તો તેમને મોઢું છુપાવવાની જગ્યા ન મળી હોત.

નરેન્દ્ર મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરી

રવિવારે ICCR ખાતે ભાજપના એસસી મોરચા દ્વારા બંધારણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષે પીએમ મોદીની તુલના સ્વામી વિવેકાનંદ સાથે કરી હતી. રાહુલ સિન્હાએ કહ્યું કે, કોલકાતાના નરેનનો જન્મ ગુજરાતમાં નરેન્દ્ર મોદી તરીકે થયો હતો. અમે દિલથી માનીએ છીએ કે નરેન્દ્ર મોદી નરેનનો અવતાર છે. પીએમ મોદી સ્વામી વિવેકાનંદના દર્શાવેલા માર્ગ પર ચાલી રહ્યા છે અને તે જ રીતે કામ કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદનો અવતાર: રાહુલ સિન્હા

આ વિવાદ પર રાહુલ સિન્હાને પૂછવામાં આવતાં કહ્યું કે, મા શારદાની સરખામણી મુખ્યમંત્રી સાથે કરી શકાય છે. માતા શારદાને મુખ્યમંત્રી સાથે કોઈ લેવાદેવા નથી. સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી કરી હતી કે ભારત ફરી એકવાર વિશ્વનું જગત ગુરુ બનશે અને વિશ્વને મુક્તિનો માર્ગ બતાવશે. તેમની આગાહી નિષ્ફળ રહી હતી, કારણ કે ભારત ભિખારીઓનું ભારત બની ગયું હતું. મનમોહન સિંહ સરકારમાં દરરોજ ભ્રષ્ટાચાર થતો હતો.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

કોલકાતાના નરેને ગુજરાતમાં નરેન્દ્ર તરીકે જન્મ લીધો

તેમણે જોયું કે તેમની આગાહી નિષ્ફળ થઈ રહી છે, ત્યારે કોલકાતાના નરેને ગુજરાતમાં નરેન્દ્ર તરીકે જન્મ લીધો. ઘણા દેશોના નેતાઓએ વિશ્વ યુદ્ધ વિશે ઘણી વખત કહ્યું છે, પરંતુ, અહીંના ધ્વજ નીચે વિવિધ દેશોના લોકો યુક્રેનથી દેશમાં પાછા ફર્યા છે. કોરોના દરમિયાન પણ ઘણા દેશો ભારત પર નિર્ભર હતા. આવા અનેક ઉદાહરણો જોઈને સમજી શકાય છે કે સ્વામીજીના તે દિવસના શબ્દો સાચા થવા લાગ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">