Breaking news : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

Mamata Banerjee News: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી મંગળવારે અકસ્માતમાંથી બચી ગયા હતા. જલપાઈગુડીથી સભાને સંબોધિત કરતી વખતે તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Breaking news : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 2:19 PM

Mamata Banerjee News:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મોટી દુર્ઘટનામાંથી બચી ગયા છે. મંગળવારે જલપાઈગુડીથી પરત ફરતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું હેલિકોપ્ટર તોફાન અને વરસાદમાં ફસાઈ ગયું હતુ. મુખ્યમંત્રી મંગળવારે બપોરે જલપાઈગુડીના ક્રાંતિથી બાગડોગરા જવા રવાના થયા હતા. જોરદાર વરસાદ શરૂ થતા પાયલોટે તરત જ હેલિકોપ્ટરને યોગ્ય જગ્યા પર લઈ જવાનું નક્કી કર્યુ હતુ.

થોડી જ વારમાં તેમને સેવક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. હેલિકોપ્ટરમાં તમામ લોકો સુરક્ષિત છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

(Tv9 Gujarati Twitter)

આ પણ વાંચો : Lawrence Bishnoi News: લોરેન્સે NIAની તપાસમાં વટાણા વેર્યા, કહ્યું કે હાઈ પ્રોફાઈલ લોકો પોતે પૈસા આપીને પોતાને ધમકી અપાવડાવે છે !

મમતા બેનર્જી મંગળવારે પંચાયત ચૂંટણી પ્રચાર માટે જલપાઈગુડી ગયા હતા. ત્યાંથી તેને બાગડોગરા થઈને કોલકાતા પરત ફરવાનું હતું. પરંતુ તે પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર જલપાઈગુડીથી રવાના થયું હતું, પરંતુ હેલિકોપ્ટર બૈકુથપુરના જંગલની ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું. તે સમયે જોરદાર વરસાદ શરૂ થયો હતો. તૃણમૂલના નેતા રાજીવ બેનર્જીએ કહ્યું કે મમતા રોડ માર્ગે તેમના ગંતવ્ય માટે રવાના થઈ શકે છે. મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર સેવકમાં ઉતર્યા બાદ પોલીસ પ્રશાસનના અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ ફાયરિંગની ઘટના

પશ્ચિમ બંગાળમાં હવે ટૂક સમયમાં પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તે પહેલા મંગળવારે કૂચ બિહાર જિલ્લાના દિનહાટામાં તૃણમૂલ કાર્યકરના ઘર પર ગોળીબાર થયો હતો. જેમાં ટીએમસીના એક કાર્યકરને ગોળી વાગતા તેમનું મૃત્યુ થયુ છે, આ સાથે જ ફાયરિંગમાં 7 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">