AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણીતી ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલા ઘરમાંથી મૃત મળી, ચિઠ્ઠીમાં લખ્યુ હતુ ‘ખુબ એકલતા અનુભવું છુ’

પોલીસને શનિવારે બપોરે પ્રત્યુષાના સિક્યોરિટી ગાર્ડે આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે સિક્યોરિટી ગાર્ડને પ્રત્યુષા ગરિમેલા તરફથી કોઈ જવાબ ના મળ્યો તો તેણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી.

જાણીતી ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલા ઘરમાંથી મૃત મળી, ચિઠ્ઠીમાં લખ્યુ હતુ 'ખુબ એકલતા અનુભવું છુ'
Fashion designer Pratyusha GarimelaImage Credit source: Facebook
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 6:51 AM
Share

દેશની ટોચની ફેશન ડિઝાઇનર્સમાંની એક પ્રત્યુષા ગરિમેલાનું (Prathyusha Garimella) શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પ્રત્યુષા હૈદરાબાદમાં (Hyderabad) તેના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. હૈદરાબાદની બંજારા હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, પ્રત્યુષા તેના વોશરૂમમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને પ્રત્યુષાના વોશરૂમમાંથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડનો (Carbon monoxide) સિલિન્ડર મળી આવ્યો છે. બંજારા હિલ્સ પોલીસ શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધીને તપાસ કરી રહી છે અને પ્રત્યુષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓસ્માનિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

સિક્યુરિટી ગાર્ડે પોલીસને માહિતી આપી હતી

પોલીસને શનિવારે બપોરે પ્રત્યુષાના સિક્યોરિટી ગાર્ડે આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે સિક્યોરિટી ગાર્ડને પ્રત્યુષા ગરિમેલા તરફથી કોઈ જવાબ ના મળ્યો તો તેણે તરત જ પોલીસને જાણ કરી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનો દરવાજો તોડી નાખ્યો. પોલીસને પ્રત્યુષા ગરીમેલાની લાશ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. હૈદરાબાગ પોલીસે શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પ્રત્યુષાના પરિવાર અને મિત્રોને પણ જાણ કરવામાં આવી છે.

રૂમમાંથી મળી આવેલી નોટમાં લખ્યું હતું – ‘ખૂબ એકલતા અનુભવુ છુ’

હૈદરાબાદના બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નાગેશ્વર રાવે કહ્યું છે કે રૂમમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં કોઈ પર આરોપ લગાવવામાં આવ્યો નથી. તેમાં લખ્યું છે, “ખૂબ એકલતા અનુભવુ છુ, ડિપ્રેશનમાં છુ.” એવું માનવામાં આવે છે કે ડિઝાઇનર પ્રત્યુષા ગરિમેલા ડિપ્રેશનથી પીડિત હતી, જો કે હજુ સુધી કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યુષાની ઉંમર 35 વર્ષની હતી અને તે બંજારા હિલ્સના ફિલ્મ નગરમાં એક ઘરમાં રહેતી હતી.

અમેરિકાથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો

ઉલ્લેખનીય છે કે પ્રત્યુષાએ અમેરિકામાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. તે પછી તે હૈદરાબાદ આવી અને તેણે કરિયરની શરૂઆત કરી. પ્રત્યુષાએ વર્ષ 2013માં પોતાના નામથી એક લેબલ શરૂ કર્યું અને ત્યાર બાદ તેણે પાછળ વળીને જોયું નથી. તેણે ટોલીવુડ અને કેટલીક બોલીવુડમાં ઘણી લોકપ્રિય ફિલ્મી હસ્તીઓ માટે કામ કર્યું.

g clip-path="url(#clip0_868_265)">