Weather Updates: રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને બરફના કરા પડવાની સંભાવના, IMDએ જાહેર કર્યું એલર્ટ

|

Feb 26, 2021 | 9:56 PM

Weather Updates: દિલ્હી-એનસીઆરમાં દિવસ દરમિયાન ભારે તડકાને કારણે લોકોને ઠંડીથી રાહત મળી છે. વધતા તાપમાનને લીધે લોકોએ ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે.

Weather Updates: રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને બરફના કરા પડવાની સંભાવના, IMDએ જાહેર કર્યું એલર્ટ

Follow us on

Weather Updates: દિલ્હી-એનસીઆરમાં દિવસ દરમિયાન ભારે તડકાને કારણે લોકોને ઠંડીથી રાહત મળી છે. વધતા તાપમાનને લીધે લોકોએ ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે. જેમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 33 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સવારે હળવી ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દેશના અન્ય ભાગોમાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અનુસાર શુક્રવારે ઉત્તર પાકિસ્તાનમાં પશ્ચિમ ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના લીધે ભારતના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. પશ્ચિમ ડિસ્ટર્નર્સની અસર શુક્રવાર અને શનિવારે પહાડી વિસ્તારોમાં અસર કરે તેવી સંભાવના છે.

 

કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદ સહિતના ઘણા ભાગોમાં બરફ પડવાની  સંભાવના

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં શુક્રવારે અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અથવા બરફવર્ષા થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા અનુસાર 26થી 27 ફેબ્રુઆરી દરમિયાન આ સ્થળોએ કરાઓનો વરસાદ પણ શક્ય છે.

 

કેરળના ઘણા ભાગોમાં વાવાઝોડાની આગાહી

આ ઉપરાંત શનિ અને રવિવારે ઉત્તર પૂર્વ ભારતના સિક્કિમ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો શુક્રવારે કેરળના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે.

 

માર્ચની શરૂઆતમાં તાપમાન ઘટશે

હવામાન વિશે વધુ માહિતી આપતાં આઈએમડીના એડિશનલ ડિરેક્ટર આનંદ શર્માએ જણાવ્યું હતું કે ગઈકાલે દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતા 8 ડિગ્રી વધારે હતું અને મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. દિલ્હી અને વાયવ્ય ભારતના આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5થી 6 ડિગ્રી વધારે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમી ડિસ્ટબર્ન્સના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. તે પછી પવનની દિશા બદલાઈ શકે છે અને પર્વત પરથી વાયવ્ય પવન આગળ વધી શકે છે, જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે.

 

નોંધપાત્ર વાત એ છે કે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં શુક્રવાર અને શનિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે. આ સિવાય શુક્રવાર અને રવિવારથી ઉત્તર ભારત, ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ ભારતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે.

 

આ પણ વાંચો: GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 460 કેસ

Next Article