Weather Update: દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ, દિલ્હી-યુપી સહિત ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

|

May 30, 2022 | 1:03 PM

ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે કેરળમાં શનિવારથી વરસાદ થઈ રહ્યો છે અને રાજ્યમાં 2.5 મીમીથી વધુ વરસાદ થયો છે.

Weather Update: દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ, દિલ્હી-યુપી સહિત ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Monsoon
Image Credit source: PTI

Follow us on

દેશમાં હવામાનની પેટર્ન સતત બદલાઈ રહી છે. આ વખતે ઘણા રાજ્યોમાં ચોમાસાએ (Monsoon) સમય પહેલા જ દસ્તક આપી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદના કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી થોડા દિવસોમાં દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનનો પારો વધુ ઊંચે જવાનું નથી. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝન માટે સામાન્ય છે. આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રવિવારે કેરળ પહોંચ્યું, જે ભારતના ખેડૂત આધારિત અર્થતંત્ર માટે નિર્ણાયક વરસાદી મોસમની શરૂઆત દર્શાવે છે. ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે કેરળમાં શનિવારથી વરસાદ થઈ રહ્યો છે અને રાજ્યમાં 2.5 મીમીથી વધુ વરસાદ થયો છે. જે 14 માંથી 10 હવામાન મોનિટરિંગ સ્ટેશનમાં નોંધાયેલ છે.

ઉત્તર પ્રદેશમાં 24 જીલ્લા માટે એલર્ટ

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 24 જીલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તે જ સમયે, કેરળમાં આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડાની સંભાવના છે.જ્યારે બિહારમાં, પ્રી-મોનસૂન આગામી 24 કલાકમાં દસ્તક આપી શકે છે, જ્યારે ઝારખંડ રાજ્યમાં 2 જૂન સુધી વરસાદની સંભાવના છે. .

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જો આપણે છત્તીસગઢ રાજ્યની વાત કરીએ તો દક્ષિણ છત્તીસગઢ એટલે કે બસ્તર ડિવિઝનમાં પ્રી-મોન્સુન શરૂ થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, 10 જૂન સુધી રાયપુર ડિવિઝન સુધી ચોમાસાનો વરસાદ થઈ શકે છે. બીજી તરફ, ઉત્તર છત્તીસગઢ એટલે કે સુરગુજા ડિવિઝનમાં 15 જૂન સુધી ચોમાસાના વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળની સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં દૂરના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ

હવામાન વિભાગનો અંદાજ છે કે બિહારના 8 જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. બિહારના પટના, વૈશાલી, મુઝફ્ફરપુર, ગયા, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા અને અરરિયામાં પણ વરસાદ પડ્યો હતો. આ સિવાય મધ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ વરસાદ હતો. ચોમાસું 15 જૂન પછી ઈન્દોર અને જબલપુર થઈને અહીં પહોંચે તેવી શક્યતા છે. જ્યારે 20 જૂને સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે.

Published On - 1:03 pm, Mon, 30 May 22

Next Article