Weather Update: ઘણા રાજ્યોને કાળઝાળ ગરમીથી રાહત મળશે, IMDએ ભારે વરસાદની આગાહી કરી

|

Apr 11, 2022 | 6:49 AM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbances)ની અસર થવાની સંભાવના છે અને તેના પ્રભાવ હેઠળ ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

Weather Update: ઘણા રાજ્યોને કાળઝાળ ગરમીથી રાહત મળશે, IMDએ ભારે વરસાદની આગાહી કરી
(File)

Follow us on

Weather Update:ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશના અનેક રાજ્યો હાલ આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. દરમિયાન, રવિવારે ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદ(rain)ના કારણે લોકોને કાળઝાળ ગરમી(Scorching heat)માંથી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbances)ની અસર થવાની સંભાવના છે અને તેના પ્રભાવ હેઠળ ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

IMD એ એક ટ્વિટમાં કહ્યું કે 12 એપ્રિલથી, ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં ઓછી ગરમીની સંભાવના છે. નાગાલેન્ડ, મણિપુર, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે. આસામ અને મેઘાલયમાં 10, 13 અને 14 એપ્રિલે ભારે વરસાદની સંભાવના છે. તેવી જ રીતે અરુણાચલ પ્રદેશમાં 13 અને 14 એપ્રિલે અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 10, 13 અને 14 એપ્રિલે વરસાદ પડી શકે છે. તે જ સમયે, 10 એપ્રિલે, સિક્કિમ અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં વરસાદ પડશે.

રાજસ્થાનમાં 12-14 એપ્રિલ સુધી હીટ વેવની શક્યતા છે

આ સિવાય તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 10 એપ્રિલે, કેરળમાં 10, 13 અને 14 એપ્રિલે અને તમિલનાડુમાં 11 એપ્રિલે ભારે વરસાદની શક્યતા છે. તે જ સમયે, 10 અને 11 એપ્રિલથી પંજાબ, હરિયાણા અને દિલ્હીના અલગ ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ (પૂર્વ અને પશ્ચિમ) અને પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિની આગાહી કરવામાં આવી છે. તેમજ પશ્ચિમ રાજસ્થાનમાં 12-14 એપ્રિલ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 ઝારખંડમાં પણ 10 થી 12 એપ્રિલ સુધી હીટ વેવની સંભાવના છે. તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ ડિવિઝનમાં 10 અને 11 એપ્રિલે અને છત્તીસગઢમાં 10 એપ્રિલે ગરમીની લહેર આવવાની શક્યતા છે. દિલ્હીમાં શનિવારે મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા પાંચ વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ હતું. હરિયાણાના ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. 21 એપ્રિલ 2017ના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

 

આ પણ વાંચો-ભારતના હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ હેક, સત્તાવાર હેન્ડલનું નામ બદલાયું, NFT ટ્રેડિંગ કરી રહ્યા છે હેકર્સ

 

આ પણ વાંચો-Gujarat માં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી

Published On - 6:48 am, Mon, 11 April 22

Next Article