Gujarati VIDEO : સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, અમુક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

Gujarati VIDEO : સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, અમુક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 8:17 AM

હિંમત નગર, તલોદ અને પ્રાંતિજમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. તો સાથે કાંકણોલ,બળવંતપુરા, બેરણા અને હડિયોલ વિસ્તારમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠાના હિંમતનગર સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હિંમત નગર, તલોદ અને પ્રાંતિજમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. તો સાથે કાંકણોલ,બળવંતપુરા, બેરણા અને હડિયોલ વિસ્તારમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવનને કારણે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો પરેશાન

તો આ તરફ અરવલ્લીના મોડાસામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો,વાતાવરણ વાદળછાયુ બન્યા બાદ એક એક જ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. પંદરેક દિવસના અંતરમાં જ ફરી વરસાદ પડતા ખેડૂતોને માટે નુક્શાનની ભીતી સેવાઈ રહી છે. ઉનાળાની શરુઆતે જ ભર ચોમાસા જેવો માહોલના દ્રશ્યો સર્જાયા હતા. અરવલ્લી જિલ્લામાં માર્કેટ યાર્ડમાં રહેલ ખેત પેદાશો પણ વરસાદમાં પલળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ખેડૂતો માટે કમોસમી વરસાદને લઈ તૈયાર પાકમાં સમસ્યા સર્જાઈ છે. મોટા પ્રમાણમાં કરા વરસવાને લઈ રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી. વણીયાદ આસપાસના વિસ્તારમાં રસ્તાઓ પર કરા છવાયેલા જોવા મળી રહ્યા હતા. આ પહેલા પણ વરસાદી માહોલ સર્જાવાને લઈ ખેડૂતોએ વિસ્તારમાં મોટો ફટકો સહન કર્યો હતો. હવે ફરી એક વાર ટૂંકા ગાળામાં કમોસમી વરસાદ વરસવાને લઈ ખેડૂતોને સમસ્યા સર્જાઈ છે. ખેડૂતોને ઘઉં, ચણા, સહિતના પાકોમાં નુક્શાનની આશંકા સર્જાઈ છે. ઉમેદપુર જંબુસર પાસેની નદી બે કાંઠે થઈ ને વહી હતી.

Published on: Mar 18, 2023 08:10 AM
g clip-path="url(#clip0_868_265)">