Weather Alert: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે આપ્યા સારા સમાચાર, જાણો અલગ-અલગ રાજ્યની સ્થિતિ

|

Apr 15, 2022 | 10:23 PM

ઉત્તરપૂર્વ, કેરળ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ (Rain) પડી શકે છે.

Weather Alert: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે આપ્યા સારા સમાચાર, જાણો અલગ-અલગ રાજ્યની સ્થિતિ
Rain (FIle Photo)

Follow us on

હવામાન વિભાગે (Weather Department) શુક્રવારે જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગો ગરમીની લૂની પકડમાં છે, પરંતુ સમગ્ર ભારતમાં આ વર્ષે સામાન્ય ચોમાસું (monsoon) રહેવાની અપેક્ષા છે. ભારતીય હવામાનશાસ્ત્રના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રહેશે. અનુમાન મુજબ, આ વર્ષે ભારતમાં લગભગ 99 ટકા વરસાદની (Rain) અપેક્ષા છે. સાથે જ કહ્યું કે દેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વના રાજ્યો, દક્ષિણના કેટલાક રાજ્યો અને ઉત્તર-પશ્ચિમના કેટલાક રાજ્યો સિવાય બાકીના ભારતમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. પૂર્વોત્તર, કેરળ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.

અગાઉ ગુરુવારે, હવામાન વિભાગે 1971-2021ના ડેટાના આધારે દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે 868.6 મીમીનો નવો અખિલ ભારતીય સામાન્ય વરસાદ માપદંડ જાહેર કર્યો છે. મૃત્યુંજય મહાપાત્રા, ડાયરેક્ટર જનરલ, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ નવો માપદંડ દક્ષિણપશ્ચિમ ચોમાસાની સિઝન માટે લગભગ 87 સેમી રાખવામાં આવ્યો છે, જે 1961-2010ના વરસાદના ડેટાના આધારે ગણવામાં આવેલો 88 સેમીનો સામાન્ય વરસાદ છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રહેશે

હવામાન વિભાગ સામાન્ય વરસાદના સંદર્ભમાં આગાહી જાહેર કરી

હવામાન વિભાગ સામાન્ય વરસાદના સંદર્ભમાં હવામાનની આગાહી જાહેર કરી છે, જે 50 વર્ષના સમયગાળામાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ છે. ‘સામાન્ય’ વરસાદ અથવા LPA દર 10 વર્ષે અપડેટ થાય છે. છેલ્લી વખતે LPA અપડેટ કરવામાં વિલંબ થયો હતો અને તે 2018 માં કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી, મેટ ઓફિસે વરસાદ માપવાના માપદંડ તરીકે 1951-2001 LPA નો ઉપયોગ કર્યો હતો.

મહાપાત્રાએ સૂકી ઋતુની કુદરતી બહુ-દશકા સમયગાળાની પરિવર્તનશીલતા અને અખિલ-ભારત સ્તરે વરસાદના ભીના સમયગાળાને કારણે સરેરાશ વરસાદમાં ધીમે ધીમે ઘટાડાને આભારી છે. તેમણે કહ્યું કે હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સૂકા સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. જે 1971-80ના દાયકામાં શરૂ થયું હતું.

મહાપાત્રાના જણાવ્યા મુજબ, 2011-20ના દાયકા માટે અખિલ ભારતીય સ્તરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદની દાયકાની સરેરાશ લાંબા ગાળાની સરેરાશ કરતાં 3.8 ટકા ઓછી છે. તેમણે કહ્યું કે આગામી દાયકા 2021-30 સામાન્યની નજીક હશે અને દક્ષિણપશ્ચિમ ચોમાસું 2031-40ના દાયકાથી ભેજવાળા સમયગાળામાં પ્રવેશવાની સંભાવના છે.

આ પણ વાંચો: PM મોદીએ વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી સાથે કરી વાત, સંરક્ષણ ભાગીદારી વધારવા પર સંમતિ દર્શાવી

આ પણ વાંચો: Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 27 લાખથી વધુ લોકો અપંગ થયા, 19,800 રશિયન સૈનિકો પણ માર્યા ગયા

Next Article