PM મોદીએ વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી સાથે કરી વાત, સંરક્ષણ ભાગીદારી વધારવા પર સંમતિ દર્શાવી
વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદીએ (PM Narendra Modi) ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝન (Indo-Pacific Vision) ના આવશ્યક સ્તંભ તરીકે વિયેતનામના (Vietnam) મહત્વનો પુનરોચ્ચાર કર્યો અને દ્વિપક્ષીય સંબંધોનો વ્યાપ વધારવાની માગ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને વિયેતનામની (Vietnam) કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ ગુયેન ફૂ ટ્રોંગે (Nguyen Phu Trong) યુક્રેનમાં ચાલી રહેલી કટોકટી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ દક્ષિણ ચીન સાગરની સ્થિતિ અને સામાન્ય હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ફોન પર વાતચીત પણ કરી હતી. વિદેશ મંત્રાલય (MEA) એ આ માહિતી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ મોદીએ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝનના (Indo-Pacific Vision) આવશ્યક આધારસ્તંભ તરીકે વિયેતનામના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો અને દ્વિપક્ષીય સંબંધોના વિસ્તારને વધુ વિસ્તૃત કરવાની માગ કરી હતી.
બંને નેતાઓએ ભારત અને વિયેતનામ વચ્ચે રાજનૈતિક સંબંધોની સ્થાપનાની 50 મી વર્ષગાંઠ પર એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી અને ટ્રોંગે ભારત-વિયેતનામ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ વ્યાપક સહકારની ઝડપી ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત વર્ષ 2016માં વડાપ્રધાન મોદીની વિયેતનામ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. PM મોદીએ, વિયેતનામના નેતા સાથેની વાતચીતમાં ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક વિઝન માટે વિયેતનામના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. દ્વિપક્ષીય સંબંધોનો વ્યાપ વધારવાની પણ અપેક્ષા છે.
Prime Minister Narendra Modi and the General Secretary of the Communist Party of Vietnam, Nguyen Phu Trong, held telephone conversations on regional and global issues of shared interest, including the ongoing crisis in Ukraine and the situation in South China Sea: MEA
— ANI (@ANI) April 15, 2022
યુક્રેનમાં ચાલી રહેલા સંકટ અંગે પણ ચર્ચા કરવામાં આવી
વડાપ્રધાન મોદીએ વિયેતનામના બજારોમાં ભારતના ફાર્મા અને કૃષિ ઉત્પાદનોની પહોંચને વધુ સરળ અને અનુકૂળ બનાવવા માટે ટ્રોંગને પણ અપીલ કરી હતી. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર પ્રકાશ પાડ્યો અને વિયેતનામમાં ચામ સ્મારકોના જીર્ણોધારમાં ભારતની ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી. બંને નેતાઓએ યુક્રેનમાં ચાલી રહેલી કટોકટી અને દક્ષિણ ચીન સાગરની વર્તમાન પરિસ્થિતિ ઉપરાંત સમાન હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: Amarnath Yatra 2022: બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી, 30 જૂનથી 11 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા