આતંકવાદના ખાત્મા માટે આફ્રિકન દેશો સાથે મિલાવીશું હાથ, વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવી નવી રણનીતિ

|

May 18, 2022 | 7:35 AM

વિદેશમંત્રી એસ.જયશંકરે (Dr. S.jaishankar)કહ્યું હતું કે ભારત (India) અને (Africa) દેશ સત્વરે સંરક્ષણ મંત્રીનું સંમેલન યોજી શકે છે. અને આતંકવાદ(Terrorism)સામે અવાજ બુલંદ કરવા માટે આગળની રણનીતિ પર કામ કરશે.

આતંકવાદના ખાત્મા માટે આફ્રિકન દેશો સાથે મિલાવીશું હાથ, વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવી નવી રણનીતિ
Dr. S.jayshankar

Follow us on

વિદેશ મંત્રી ડો. એસ.જયશંકરે (Dr. S.jaishankar) પુસ્તક લોકાર્પણ અવસરે કહ્યું હતું કે આતંકવાદ  (Terrorism) સામે ભારત વૈશ્વિક સ્તરે અવાજ બુલંદ કરવાની સાથે સાથે તેને પહોંચી વળવાની રણનીતિ ઉપર પણ કામ કરે છે.  વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે ભારત (India) અને (Africa) દેશ સત્વરે સંરક્ષણ મંત્રીનું સંમેલન યોજી શકે છે. અને આતંકવાદ (Terrorism) સામે અવાજ બુલંદ કરવા માટે આગળની રણનીતિ પર કામ કરશે. ભારત સહિત આફ્રિકા અને અન્ય દેશોમાં પણ આતંકવાદનો ખતરો વધી રહ્યોછે. એવામાં ભારત હવે આફ્રિકન દેશો સાથે આતંકવાદને પહોંચી વળવા માટે કામ શરૂ કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું હતું કે ભારત કટ્ટરપંથ અને આતંકવાદથી આફ્રિકી દેશો માટે  ઉત્પન્ન થઈ રહેલા ખતરાને પહોંચી વળવા માટે તેમનો સહયોગ કરે છે.

સાથે જ વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે બંને દેશો જલદીથી સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ આયોજિત કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને આફ્રિકાએ સંરક્ષણ અને સમુદ્રી સુરક્ષામાં સહયોગ કરવા ઉપરાંત સંયુક્ત રૂપે કોરોના મહામારીનો સામનો કરવા તેમજ રશિયા અને યૂક્રેનના યુદ્ધને કાણે ઉત્પન્ન થયેલી સમસ્યાઓના ઉકેલ માટે પણ કામ કરવું જોઈએ.

પૂર્વ આફ્રિકા સાથે ભારતના મજબૂત સંબંધ

એસ.જયશંકરે આ વાત પૂર્વ રાજદૂત રાજીવ ભાટિયાના પુસ્તક ઇન્ડિયા આફ્રિકા રિલેશન્સ-ચેન્જિંગ હોરાઇઝન્સના વિમોચન અવસરે જણાવી હતી. આ પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે પૂર્વ આફ્રિકા સાથે ભારતના સંબંધો વિશેષ મજબૂત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આતંકવાદ સામે ભારત સતર્ક

વિદેશ મંત્રી એ આ દરમિયાન કહ્યું કે અમે આતંકવાદ અને આતંકવાદથી આફ્રિકન સમાજ માટે વધતા ખતરા પ્રત્યે જાગૃત છીએ. આ સહયોગ માટે અમારા એજન્ડાનો વિષય છે. અગાઉ ફેબુઆરી વર્ષ 2020માં આયોજિત પ્રથમ ભારત આફ્રિકા રક્ષા મંત્રીઓના સંમેલનમાં બંને પક્ષોએ રક્ષા સહયોગને મજબૂતી આપી હતી. અને આ રક્ષા વાર્તાનું બીજું સંસ્કરણ આ વર્ષે માર્ચમાં આયોજિત કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈક કારણ સર તેને સ્થગિત કરવામાં આવ્યું હતું. વિદેશમંત્રી જયશંકરે આશા વ્યક્ત કરી હતી કે આ સંમેલન ઝડપથી આયોજિત કરવામાં આવશે

આફ્રિકન દેશો સાથે રહ્યો છે રક્ષા સહયોગ

તેમણે રક્ષા અને સમુદ્રી ક્ષેત્રમાં ચાલી રહેલા સહયોગને બંને પક્ષો વચ્ચેના સંબંધોનો સ્વાભાવિક વિસ્તાર ગણાવ્યો હતો. અને કહ્યું કે ભારત – નાઇજિરિયા, ઇથોપિયા અને ટાન્ઝાનિયામાં રક્ષા સંસ્થાનોની સ્થાપના સાથે જોડાયેલો છે. ભારતીય સૈન્ય પ્રશિક્ષણ ટીમોએ બોત્સવાના, જામ્બિયા. યુગાન્ડા, નામીબિયા, ટાન્ઝાનિયા, મોરેશિયસ અને સેશેલ્સમાં ત્યાંની સેનાઓ સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું કે ભારત વધાત સમુદ્રી સહયોગ સેશેલ્સની આસપાસ છે.

વિદેશ મંત્રીએ કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે પાઇરસી , નશીલા પદાર્થો અને આતંકવાદ વિરોધી પડકારો સામે સંયુક્ત સમસ્યા ઝડપથી વધી રહી છે. ભારત સાગર સિદ્ધાતનું અનુપાલન કરે છે અને મોટા ભાગે માનવીયસહાયતા અને આપદા અને રાહતની સ્થિતિમાં સહયોગ આપે છે.

 

Next Article