દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના વધવાના કારણો

કોરોના દેશમાં ભયંકર રીતે વધી રહ્યો છે. ત્યારે એક્સપર્ટએ તેના વિશે વાત કરી છે અને કોરોના વધવાના આશંકિત કારણો જણાવ્યા છે.

  • tv9 webdesk37
  • Published On - 9:29 AM, 11 Apr 2021
દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના વધવાના કારણો
કોરોનાનો આતંક

દેશમાં કોરોના કેસોમાં કેમ તીવ્ર વધારો થઈ રહ્યો છે તેનો કોઈ સીધો જવાબ નથી. ટોચના વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસ, ચૂંટણીઓ અને અન્ય જાહેર કાર્યક્રમો તેમજ સાવચેતી રાખવામાં બેદરકારીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે.

વાઈરોલોજિસ્ટ વૈજ્ઞાનિક શાહિદ જમીલ અને ટી જૈકબ જ્હોન માને છે કે ઝડપથી વધતા જતા કેસો માટે COVID-19 ના પ્રોટોકોલ્સનું પાલન ન કરવું અને ઢીલું રસીકરણ અભિયાન મુખ્યત્વે જવાબદાર છે. લોકોને જણાવવું પણ ખૂબ મહત્વનું છે કે રસીકરણ હોવા છતાં તેઓએ કોરોના નિવારણથી સંબંધિત નિયમોનું કડક પાલન કરવું જોઈએ.

જમીલ કહે છે કે, આગામી કેટલાક મહિનામાં વાયરસની પ્રકૃતિ સામે રસીની ક્રિયાપ્રતિક્રિયા ભારત અને વિશ્વમાં કોવિડનું ભવિષ્ય નક્કી કરશે. હરિયાણાની અશોક યુનિવર્સિટીની ત્રિવેદી બાયોલોજી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જમીલે કહ્યું – કેસોની તીવ્રતા દર્શાવે છે કે પ્રથમ લહેર પછી ત્યાં મોટી સંખ્યામાં લોકો હતા જેમને સંક્રમણ જોખમ વધારે હતું. જમીલે કહ્યું – આ તથ્ય એ છે કે ચેપની પ્રથમ લહેર સમાપ્ત થઈ ગયા પછી, લોકોએ સાવચેતી રાખવાનું બંધ કરી દીધું અને કોવિડ પ્રોટોકોલનું પાલન ન કર્યું, જે નિશ્ચિતરૂપે કિસ્સાઓમાં ઉથલપાથલનું એક કારણ છે.

તમિલનાડુમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના વાઇરોલોજીના પ્રોફેસર ટી જૈકબ જ્હોને જણાવ્યું હતું કે ચેપના નવા તરંગ માટે કોવિડ -19 બચાવ નિયમોનું પાલન ન થવાનું એક મુખ્ય કારણ હતું. જ્હોને કહ્યું, “બચાવના નિયમોમાં ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેનું પાલન તમામ રાજકીય પક્ષો, તમામ ધાર્મિક જૂથો અને મોટા પ્રમાણમાં સામાન્ય લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ કર્મચારીઓને રસી આપ્યા વિના શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી. આ બીજી લહેર માટે જવાબદાર સાબિત થયું.”

તેમણે કહ્યું, ‘જ્યાં પણ સંક્રમણ કેસો વધી રહ્યા છે, ત્યાં કડક નિયમો લાગુ કરવા જ્પીતા હતા. પરંતુ ચૂંટણીના કારણે કોઈ પણ નેતા ઇચ્છતા ન હતા કે આ થાય. રોગચાળા દરમિયાનની ચૂંટણીનું આયોજન ખૂબ કાળજીપૂર્વક થવું જોઈતું હતું.” વૈજ્ઞાનિકો એમ પણ માને છે કે વાયરસની બદલાતી પ્રકૃતિ પણ ચેપની બીજી લહેર માટે જવાબદાર છે.

 

આ પણ વાંચો: એક સમયના DON મુખ્તારની UP જેલમાં હાલત થઇ રહી છે ખરાબ, નથી આવી રહી ઊંઘ