PF Account ના આ નિયમ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, તમે જાણી લો નહીં તો પૈસા ઉપાડવામાં થશે મુશ્કેલી

|

Aug 05, 2021 | 8:22 PM

પીએફ ફંડમાં બે જાતના ફંડ્સ જમા થાય છે. જેમાં એક ઇપીએફ હોય છે અને બીજુ પેન્શન ફંડ. જેમાં ઇપીએફને લગ્ન, મેડિકલ, એજ્યુકેશન, ધર બનાવવા જેવા કામોમાં ઉપાડી શકાય છે.

PF Account ના આ નિયમ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, તમે જાણી લો નહીં તો પૈસા ઉપાડવામાં થશે મુશ્કેલી
Symbolic image

Follow us on

નોકરી કરતા લોકોની સેલેરીમાંથી પીએફના રૂપમાં એક રકમ દર મહિને કપાય છે. તે કર્મચારીઓ માટે રોકાણ અને સેવિંગ્સ બંને છે. પીએફની ખાસ વાત તો એ છે કે તેનાથી ગ્રાહકોને સારુ રિટર્ન મળે છે. જરૂર પડવા પર આ રકમને ઉપાડી પણ શકાય છે. પરંતુ પીએફને લઇને કેટલાક નિયમો હોય છે. આ નિયમો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે અને જ્યારે તેઓ પીએફની રકમ ઉપાડવા જાય છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેવામાં આજે અમે તમને પીએફને લગતા એક એવા નિયમ વિશેની જાણકારી લઇને આવ્યા છીએ જેની મદદથી તમે પીએફના બધા પૈસા ઉપાડી શક્શો. જો તમને આ નિયમની જાણકારી નથી, તો તમે એકાઉન્ટમાંથી પૂરે પૂરા પૈસા નહી ઉઠાવી શકો. આવો તમને જણાવીએ કે એ નિયમ શું છે અને તમારે કઇ બાબતનું ધ્યાન રાખવુ જોઇએ.

 

જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે તે લોકો સમયે સમયે નોકરી બદલતા રહે છે. તેવામાં એક યૂએનએનથી ઘણા બધા એકાઉન્ટ્સ બની જાય છે અને તેને મર્જ કરવુ આવશ્યક થઇ જાય છે. જેનાથી તમે એક એકાઉન્ટમાં સમગ્ર પૈસા ટ્રાન્સફર કરી દો છે અને પીએફના પૈસા કાઢો છો તો તમને કોઇ સમસ્યા નહી આવે.

 

શું છે ખાસ નિયમ ?

પરંતુ જ્યારે તમે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરો છો તો બધા પૈસા ટ્રાંસફર નથી થઇ શક્તા. આ સ્થિતીમાં ફક્ત ઇપીએફના પૈસા જ ટ્રાંસફર કરી શકો છો જ્યારે પેંશન ફંડના પૈસા ટ્રાંસફર થઇ શક્તા નથી. ઇપીએફઓએ પણ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે, એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પીએફ ટ્રાંસફર કરતી વખતે કર્મચારી અને નિયોક્તા શેયર જ ટ્રાંસફર થાય છે. જો કે, પેન્શન કોન્ટ્રીબ્યુશન ઇપીએફઓ ઓફિસમાં ત્યાર સુધી રાખવામાં આવે છે જ્યાં સુધી પીએફ ધારકો તેના માટે એલિજિબલ ન થઇ જાય.

 

 

પીએફ ફંડમાં બે જાતના ફંડ્સ જમા થાય છે. જેમાં એક ઇપીએફ હોય છે અને બીજુ પેન્શન ફંડ. જેમાં ઇપીએફને લગ્ન, મેડિકલ, એજ્યુકેશન, ધર બનાવવા જેવા કામોમાં ઉપાડી શકાય છે. પરંતુ પેન્શન ફંડ રિટાયરમેન્ટ બાદ જ મળે છે. જો તમે પેન્શન ફંડમાંથી રકમ ઉપાડવા માંગતા હોવ તો તમારી નોકરીને 6 મહિના થયા હોવા જરૂરી છે. એટલે કે તમારા પેન્શન ફંડને ખોલ્યાને 6 મહિના થવા જરૂરી છે.

 

આ પણ વાંચો – Maharashtra: કોરોનાથી ડરીને દીકરીઓએ ત્રણ દિવસ સુધી પિતાનો મૃતદેહ રાખ્યો ઘરમાં, એક દીકરીએ કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો – અંધશ્રદ્ધાના કારણે નિર્દોષનું મોત! પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે શખ્સે બાળકને જંગલમાં લઈ જઈ ચડાવી બલી

Next Article