AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્ઞાનવાપી કેસમાં આજે ચુકાદો, વારાણસીમાં કડક સુરક્ષા; દરેક જગ્યાએ ફોર્સ તહેનાત

Gnanavapi Masjid case : સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી કેસમાં આદેશ આપતા વારાણસીની જિલ્લા અદાલતને પહેલા સુનાવણીના આધારે આ અરજીની યોગ્યતા પર નિર્ણય લેવા જણાવ્યું હતું. આ સંબંધમાં કોર્ટ સોમવારે એટલે કે આજે 12 સપ્ટેમ્બરે ચુકાદો સંભળાવશે.

જ્ઞાનવાપી કેસમાં આજે ચુકાદો, વારાણસીમાં કડક સુરક્ષા; દરેક જગ્યાએ ફોર્સ તહેનાત
gyanvapi sringar gauri case verdict today !Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 6:41 AM
Share

વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદ (Gnanavapi Masjid) પરિસરમાં સ્થિત શૃંગાર ગૌરીના નિયમિત દર્શન-પૂજાની માંગ કરતી હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી લાયક છે કે નહીં તે અંગે વારાણસીની જિલ્લા અદાલત સોમવારે એટલે કે 12 સપ્ટેમ્બરે તેનો ચુકાદો આપશે. કોર્ટના સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને વારાણસી શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વારાણસીના (Varanasi) સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દળને તહેનાત કરી દેવાયા છે. તો બીજી બાજુ પોલીસ ટીમ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

વારાણસી પોલીસ કમિશનર એ. સતીશ ગણેશે રવિવારે જણાવ્યું કે જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં સોમવારે જિલ્લા કોર્ટ ચુકાદો સંભળાવશે. આને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે, વારાણસી કમિશનરેટમાં કલમ 144 લાગુ કરવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારના ધાર્મિક નેતાઓ સાથે મુલાકાત કરીને સુમેળભર્યુ વાતાવરણ બનાવી રાખવા યોગ્ય વાતચીત કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લાની બોર્ડર પર વાહનોનું ચેકિંગ કરવામાં આવશે

પોલીસ કમિશનર એ. સતીષ ગણેશે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરને સેક્ટરોમાં વિભાજીત કરીને તમામ સેક્ટરોમાં જરૂરીયાત મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગની સૂચના આપવામાં આવી છે. જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપી કાર્યવાહી દળોને તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લાની સીમાઓ પર ચેકિંગ અને તકેદારી વધારવા સૂચનાઓ આપવામાં આવી છે. હોટલ, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં ચેકિંગની સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વારાણસીના જિલ્લા ન્યાયાધીશ એ.કે. ના. વિશ્વેશની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં આ અરજી સુનાવણી કરવા માટે યોગ્ય છે કે કેમ તે અંગે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ સોમવારે એટલે કે આજે 12 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવશે.

હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની માંગ

દિલ્હીની રાખી સિંહ અને વારાણસીની ચાર મહિલા રહેવાસીઓએ ગયા વર્ષે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત હિંદુ દેવી-દેવતાઓની દરરોજ પૂજા કરવાનો આદેશ માંગ્યો હતો. સિવિલ જજ સિનિયર ડિવિઝનના આદેશથી ગયા મે મહિનામાં જ્ઞાનવાપી કેમ્પસનો વીડિયોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

પૂજા સ્થાનો અધિનિયમ, 1991નું ઉલ્લંઘન: મુસ્લિમ પક્ષ

દરમિયાન, મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને આ સર્વેક્ષણ પર રોક લગાવવા માટે અરજી કરી હતી, તેને પૂજા સ્થળ અધિનિયમ, 1991નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જો કે કોર્ટે વીડિયોગ્રાફી સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ટ્રાયલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ ગત 19 મેના રોજ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદના વજુ ખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું.

મુસ્લિમ પક્ષે ખૂબ જૂના દસ્તાવેજો રજૂ કર્યાઃ હિન્દુ પક્ષ

આ બાબતને પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, 1991 વિરુદ્ધ ગણાવતા મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે આ મામલો સુનાવણી માટે યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશે આ સંદર્ભે દાખલ કરાયેલી અરજી પર પહેલા સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હિંદુ પક્ષનો દાવો છે કે મુસ્લિમ પક્ષ ઘણા જૂના દસ્તાવેજો રજૂ કરી રહ્યું છે, જે આ બાબત સાથે સંબંધિત નથી. જો કે, આ મામલો જાળવી શકાય છે કે કેમ તે અંગે કોર્ટે 12 સપ્ટેમ્બરે ચુકાદો સંભળાવવાનું નક્કી કર્યું છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">