Vayu Shakti 2022: રશિયા -યુક્રેન સંકટ વચ્ચે IAF દ્વારા મેગા ડ્રિલ વાયુ શક્તિ મુલતવી રાખવામાં આવી, 148 એરક્રાફ્ટ ભાગ લેવાના હતા

|

Mar 05, 2022 | 10:52 AM

વાયુ શક્તિ કવાયતમાં 140 થી વધુ IAF એરક્રાફ્ટ પોખરણ ટેસ્ટ રેન્જમાં ભાગ લેવાના હતા. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ - તેજસ, સુખોઈ-30 અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ ભાગ હતા.

Vayu Shakti 2022:  રશિયા -યુક્રેન સંકટ વચ્ચે IAF દ્વારા મેગા ડ્રિલ વાયુ શક્તિ મુલતવી રાખવામાં આવી, 148 એરક્રાફ્ટ ભાગ લેવાના હતા
યુક્રેન સંકટ વચ્ચે IAF એ મેગા ડ્રિલ વાયુ શક્તિ મુલતવી રાખવામાં આવી

Follow us on

Vayu Shakti 2022: ભારતીય વાયુસેનાએ વાયુ શક્તિ 2022 (Vayu Shakti)ની કવાયત સ્થગિત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે 7 માર્ચે જેસલમેર ( Jaisalmer)માં તેનું આયોજન થવાનું હતું. જેમાં રાફેલ સહિત 148 વિમાનો ભાગ લેવાના હતા. આ માટે વાયુસેનાએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

આ કવાયત દર ત્રણ વર્ષે આયોજિત કરવામાં આવે છે, જેમાં વાયુસેના તેના કૌશલ્યનું પ્રદર્શન કરે છે.આમાં IAFના 140 થી વધુ એરક્રાફ્ટ પોખરણ ટેસ્ટ રેન્જમાં ભાગ લેવાના હતા. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલ, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ- તેજસ, સુખોઈ-30 અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આમાં ભાગ હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

એરફોર્સે તમામ તૈયારીઓ કરી લીધી

બે કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન વાયુસેના પોતાની સંપૂર્ણ તાકાત દેખાડવા જઈ રહી હતી. તાજેતરમાં, વાયુસેનાએ એક વિડિયો પ્રોમો બહાર પાડ્યો હતો જેમાં તેનું કૌશલ્ય પ્રદર્શિત કરવાના દાવપેચનો હેતુ દર્શાવવામાં આવ્યો હતો. હવાઈ ​​શક્તિના દાવપેચમાં દુશ્મનના કાફલા, ટેન્ક, રડાર સ્ટેશન, રેલ્વે યાર્ડ અને લશ્કરી મુખ્ય મથક વગેરેને જમીન પરથી નિશાન બનાવવામાં આવે છે. અગાઉ આ કવાયત 16 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયુસેનાના અધિકારીઓ સહિત ઘણા મોટા નેતાઓ પણ હાજરી આપવાના હતા. તેની તૈયારીઓ માટે શુક્રવારે પોખરણ રેન્જમાં ફુલ ડ્રેસ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ પ્રદર્શન પણ મોકૂફ રાખવામાં આવ્યું છે

આ મહિનાની 10 થી 14 તારીખ સુધી ગાંધી નગરમાં યોજાનાર સંરક્ષણ પ્રદર્શન – 2022 ને પણ મોકૂફ રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભાગ લેનારાઓને માલસામાનની અવરજવરમાં અનુભવાતી અસુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

યુક્રેન સંકટ વચ્ચે IAF એ મેગા ડ્રિલ વાયુ શક્તિ મુલતવી રાખવામાં આવી છે,7 માર્ચે રાજસ્થાનના પોખરણ ખાતે યોજાનારી હતીIAF હાલ રશિયા-યુક્રેન વોરમાં પ્રભાવિત ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં નિર્ણાયક ભૂમિકા વ્યસ્ત છે,
કવાયત મુલતવી રાખવા અંગે IAF તરફથી કોઈ નિવેદન આવ્યું નથી,આગામી દિવસોમાં તારીખ જાહેર થઈ શકે છે

આ પણ વાંચો : India vs Sri Lanka 1st Test, Day 1 Highlights : રિષભ પંતની તોફાની ઇનિંગ, પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 357/6

Next Article