‘ઓપરેશન ગંગા’માં ભારતીય વાયુસેના થશે સામેલ, યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને લાવવામાં કરશે મદદ

યુક્રેનની એરસ્પેસ બંધ કર્યા પછી ભારતે 26 ફેબ્રુઆરીએ યુક્રેનના પડોશી દેશોમાંથી ફસાયેલા તેના લગભગ 14,000 નાગરિકોને બહાર કાઢવા માટે એક ઓપરેશન શરૂ કર્યું.

'ઓપરેશન ગંગા'માં ભારતીય વાયુસેના થશે સામેલ, યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને લાવવામાં કરશે મદદ
Indian Air Force to join Operation Ganga for evacuating Indians from Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 2:02 PM

યુક્રેનમાં વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને (Indian Citizens) બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સરકારે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ચાલી રહેલા ઈવેક્યુએશન ઓપરેશનમાં ભારતીય વાયુસેનાને પણ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એરફોર્સને આ ઓપરેશનમાં સામેલ થવા કહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના મંગળવારથી ભારતીયોને બહાર કાઢવા માટે અનેક C-17 એરક્રાફ્ટ તૈનાત કરી શકે છે. લોકોને બહાર કાઢવાની સાથે IAF એરક્રાફ્ટ માનવતાવાદી સહાયને વધુ અસરકારક રીતે પહોંચાડવામાં પણ મદદ કરશે. અત્યાર સુધી માત્ર ખાનગી ભારતીય કેરિયર્સ રોમાનિયા અને હંગેરીમાંથી ભારતીયોને બહાર કાઢી રહ્યા હતા. કારણ કે યુક્રેનિયન એરસ્પેસ 24 ફેબ્રુઆરીથી બંધ છે. યુક્રેનિયન એરસ્પેસ બંધ કર્યા પછી ભારતે 26 ફેબ્રુઆરીએ યુક્રેનના પડોશી દેશોમાંથી ફસાયેલા તેના લગભગ 14,000 નાગરિકોને બહાર કાઢવા માટે એક ઓપરેશન શરૂ કર્યું.

તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને પરત લાવવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુદ્ધગ્રસ્ત દેશના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. સરકારે સોમવારે કેન્દ્રીય મંત્રીઓ હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ અને કિરેન રિજિજુને યુક્રેનના પડોશી દેશો હંગેરી, રોમાનિયા-મોલ્ડોવા, પોલેન્ડ અને સ્લોવાકિયા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન, વિદેશ મંત્રાલયે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં અત્યાર સુધીમાં 8000 ભારતીયો યુક્રેનથી પરત ફર્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

સૂત્રોએ જણાવ્યું કે મોદીએ ચાર મંત્રીઓ સાથે અંગત રીતે વાત કરી અને તેમને નિર્ણયની જાણકારી આપી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહ ભારતના વિશેષ દૂત તરીકે યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે સિંધિયા ભારતીયોને યુક્રેનમાં બહાર કાઢવાના ઓપરેશન માટે રોમાનિયા અને મોલ્ડોવા સાથે સંકલનનું કામ સંભાળશે. જ્યારે રિજિજુ સ્લોવાકિયા જશે. સૂત્રોએ જણાવ્યું કે પુરી હંગેરી જશે અને સિંહ પોલેન્ડ જશે અને ભારતીયોને બહાર કાઢવાની વ્યવસ્થા કરશે.

આ પણ વાંચો – યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

આ પણ વાંચો – સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો, યુક્રેનના રસ્તાઓ પર જોવા મળ્યો 64 કિલોમીટર લાંબો કાફલો, રાજધાની કીવ પર મોટા હુમલાની ફિરાકમાં રશિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">