VAT on Petrol-Diesel: ભાજપ શાસિત રાજ્યો અને બિન-ભાજપ શાસિત રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે?
હાલમાં દિલ્હીમાં (Delhi) એક લિટર પેટ્રોલની (petrol) કિંમત 105.41 રૂપિયા છે. આમાં 27.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી છે. જ્યારે, એક લિટર ડીઝલની (diesel) કિંમત 96.67 રૂપિયા છે, જેમાં 21.80 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી લાગે છે.
દેશભરમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી (Petrol-Diesel Price Hike) લોકો પરેશાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે મુખ્યમંત્રીઓ સાથેની ઓનલાઈન બેઠકમાં આ અંગે ચર્ચા કરી હતી. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ સહિતના ઘણા બિન-ભાજપ શાસિત રાજ્યો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો (Fuel Prices) બોજ ઘટાડવા માટે તેઓએ અહીં ટેક્સ (VAT) ઘટાડવો જોઈએ. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પીએમ મોદીએ તેલની વધતી કિંમતો પર પહેલીવાર વાત કરી અને રાજ્યોને કહ્યું “હું પ્રાર્થના કરું છું કે જે કામ નવેમ્બરમાં થવાનું હતું તે હવે કરો અને વેટ ઓછો કરીને તમારા રાજ્યના લોકોને રાહત આપો.”
જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ પછી ઘણા રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો. પરંતુ કેટલાક બિન-ભાજપ શાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી. તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ ખાસ કરીને આ બિન-ભાજપ શાસિત રાજ્યોને પેટ્રોલ-ડીઝલ પર લોકોને રાહત આપવા વિનંતી કરી હતી.
હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા છે. આમાં 27.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી છે. જ્યારે, એક લિટર ડીઝલની કિંમત 96.67 રૂપિયા છે, જેમાં 21.80 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી લાગે છે. ચાલો જાણીએ કે બિન-ભાજપ શાસિત રાજ્યો અને ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટની સ્થિતિ શું છે? કયા રાજ્યોમાં વેટ ઓછો છે અને કયા રાજ્યો વધુ વેટ વસૂલે છે…
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | પેટ્રોલ | ડીઝલ |
આંદામાન અને નિકોબાર ટાપુઓ | 1% | 1% |
આંધ્ર પ્રદેશ | 31% VAT + Rs.4/litre VAT+Rs.1/litre Road Development Cess and Vat thereon | 22.25% VAT + Rs.4/litre VAT+Rs.1/litre Road Development Cess and Vat thereon |
અરુણાચલ પ્રદેશ | 14.5% | 7% |
આસામ | 32.66% or Rs.22.63 per litre (whichever is higher), Rebate of Rs.5 per Litre Additional rebate of Rs. 5.3 per litre | 23.66% or Rs.17.45 per litre whichever is higher , Rebate of Rs.5 per Litre Additional rebate of Rs. 5.1 per litre |
બિહાર | 23.58% or Rs 16.65/Litre whichever is higher (30% Surcharge on VAT as irrecoverable tax) | 16.37% or Rs 12.33/Litre whichever is higher (30% Surcharge on VAT as irrecoverable tax) |
ચંદીગઢ | Rs.10/KL cess +15.24% or Rs.12.42/Litre whichever is higher | Rs.10/KL cess + 6.66% or Rs.5.07/Litre whichever is higher |
છત્તીસગઢ | 24% VAT + Rs.2/litre VAT | 23% VAT + Rs.1/litre VAT |
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ | 12.75% VAT | 13.50% VAT |
દિલ્હી | 19.40% VAT | Rs.250/KL air ambience charges + 16.75% VAT |
ગોવા | 20% VAT + 0.5% Green cess17% VAT + 0.5% Green cess | 17% VAT + 0.5% Green cess |
ગુજરાત | 13.7% VAT+ 4% Cess on Town Rate VAT | 14.9% VAT + 4 % Cess on Town Rate VAT |
હરિયાણા | 18.20% or Rs.14.50/litre whichever is higher as VAT+5% additional tax on VAT | 16.00% VAT or Rs.11.86/litre whichever is higher as VAT+5% additional tax on VAT |
હિમાચલ પ્રદેશ | 17.5% or Rs 13.50/Litre- whichever is higher | 6% or Rs 4.40/Litre- whichever is higher |
જમ્મુ-કાશ્મીર | 24% MST+ Rs.2/Litre employment cess, Rebate of Rs.4.50/Litre | 16% MST+ Rs.1.00/Litre employment cess , Rebate of Rs.6.50/Litre |
ઝારખંડ | 22% on the sale price or Rs. 17.00 per litre , which ever is higher + Cess of Rs 1.00 per Ltr | 22% on the sale price or Rs. 12.50 per litre , which ever is higher + Cess of Rs 1.00 per Ltr |
કર્ણાટક | 25.92% sales tax | 14.34% sales tax |
કેરળ | 30.08% sales tax+ Rs.1/litre additional sales tax + 1% cess | 22.76% sales tax+ Rs.1/litre additional sales tax + 1% cess |
લદ્દાખ | 15% MST+ Rs.5/Litre employment cess, Reduction of Rs.2.5/Litre | 6% MST+ Rs.1/Litre employment cess , Reduction of Rs.0.50/Litre |
લક્ષદ્વીપ | Nil | Nil |
મધ્ય પ્રદેશ | 29 % VAT + Rs.2.5/litre VAT+1%Cess | 19% VAT+ Rs.1.5/litre VAT+1% Cess |
મહારાષ્ટ્ર – મુંબઈ, થાણે, નવી મુંબઈ અમરાવતી અને ઔરંગાબાદ | 26% VAT+ Rs.10.12/Litre additional tax | 24% VAT+ Rs.3.00/Litre additional tax |
મહારાષ્ટ્ર (બાકીના જિલ્લાઓ) | 25% VAT+ Rs.10.12/Litre additional tax | 21% VAT+ Rs.3.00/Litre additional tax |
મણિપુર | 25% VAT | 13.5% VAT |
મેઘાલય | 13.5% or Rs 11.00/Litre- whichever is higher (Rs.0.10/Litre pollution surcharge) | 5% or Rs4.00/Litre- whichever is higher (Rs.0.10/Litre pollution surcharge) |
મિઝોરમ | 16.36% VAT | 5.23% VAT |
નાગાલેન્ડ | 25% VAT or Rs. 16.04/litre whichever is higher +5% surcharge + Rs.2.00/Litre as road maintenance cess , Rebate Rs. 5.5 per litre | 16.50% VAT or Rs. 10.51/litre whichever is higher +5% surcharge + Rs.2.00/Litre as road maintenance cess , Rebate Rs. 5.1 per litre |
ઓડિશા | 28% VAT | 24% VAT |
પુડુચેરી | 14.55% VAT | 8.65% VAT |
પંજાબ | Rs.2050/KL (cess)+ Rs.0.10 per Litre (Urban Transport Fund) + 0.25 per Litre (Special Infrastructure Development Fee)+13.77% VAT plus 10% additional tax or Rs.12.50/Litre whichever is higher | Rs.1050/KL (cess) + Rs.0.10 per Litre (Urban Transport Fund) +0.25 per Litre (Special Infrastructure Development Fee) + 9.92% VAT plus 10% additional tax or Rs.8.24/Litre whichever is higher |
રાજસ્થાન | 31.04% VAT+Rs 1500/KL road development cess | 19.30% VAT+ Rs.1750/KL road development cess |
સિક્કિમ | 20% VAT+ Rs.3000/KL cess | 10% VAT + Rs.2500/KL cess |
તમિલનાડુ | 13% + Rs.11.52 per litre | 11% + Rs.9.62 per litre |
તેલંગાણા | 35.20% VAT | 27% VAT |
ત્રિપુરા | 17.50% VAT+ 3% Tripura Road Development Cess | 10.00% VAT+ 3% Tripura Road Development Cess |
ઉત્તર પ્રદેશ | 19.36% or Rs 14.85/Litre whichever is higher | 17.08% or Rs 10.41/Litre whichever is higher |
ઉત્તરાખંડ | 16.97% or Rs 13.14 Per Ltr whichever is greater | 17.15% or Rs Rs 10.41 Per Ltr whichever is greater |
પશ્ચિમ બંગાળ | 25% or Rs.13.12/litre whichever is higher as sales tax+ Rs.1000/KL cess Rs 1000/KL sales tax rebate (20% Additional tax on VAT as irrecoverable tax) | 17% or Rs.7.70/litre whichever is higher as sales tax + Rs 1000/KL cess Rs 1000/KL sales tax rebate (20% Additional tax on VAT as irrecoverable tax) |
આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની PM મોદીની વિનંતી પર વિપક્ષનો પ્રહાર, કહ્યું- મોંઘા પેટ્રોલ માટે કેન્દ્ર જવાબદાર