ભારતની વિવિધ એરલાઈન્સે 2023 – 2024માં 1359 નવા વિમાનના ઓર્ડર આપ્યા
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલેએ જણાવ્યું હતું કે, 105 વિમાનો 15 વર્ષથી જૂના છે, જેમાં 43 વિમાનો એર ઇન્ડિયા લિ.ના અને 37 વિમાનો એર ઇન્ડિયા એક્સપ્રેસ લિ.ના છે.

ભારતની વિવિધ એરલાઈન્સે 2023 અને 2024માં મળીને કુલ 1359 નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે. 2023માં 999 વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જ્યારે 2024માં 360 નવા ઓર્ડર્સ આપવામાં આવ્યા હતા. હાલમાં, દેશમાં કૂલ 813 વિમાનોમાંથી 680 વિમાનો કાર્યરત છે, જયારે 133 વિમાનો ગ્રાઉન્ડેડ છે.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલેએ જણાવ્યું હતું કે, 105 વિમાનો 15 વર્ષથી જૂના છે, જેમાં 43 વિમાનો એર ઇન્ડિયા લિ.ના અને 37 વિમાનો એર ઇન્ડિયા એક્સપ્રેસ લિ.ના છે.
વિશેષ ઓર્ડર્સ
ભારતની એરલાઈન્સમાં સૌથી વધુ ઓર્ડર ઈન્ડિગોએ આપ્યા છે. 2023માં ઈન્ડિગોએ 500 એ320 NEO ફેમિલી એરક્રાફ્ટના ઓર્ડર આપ્યા હતા. 2024માં, એ350 શ્રેણીના 30 વિમાનો અને 70 વિમાનોના પર્ચેઝ રાઈટ્સના ઓર્ડર પણ આપવામાં આવ્યા. એર ઇન્ડિયા એ 2023માં 235 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં A320 ફેમિલી, B777-9, B787-9 અને A350 શ્રેણીનો સમાવેશ થાય છે.
હાલમાં, તાજેતરમાં લૉન્ચ કરાયેલી અકાસા એર 2023માં 4 અને 2024માં 150 નવા બોઈંગ B737-8/-8200 વિમાનોનો મસમોટો ઓર્ડર આપ્યો છે.
એરલાઈન્સ | 5 વર્ષથી ઓછી વયના | 5-10 વર્ષ જૂના | 10-15 વર્ષ જૂના | 15 વર્ષથી વધુ જૂના |
એર ઇન્ડિયા | 69 | 59 | 27 | 43 |
સ્પાઈસજેટ | 0 | 12 | 20 | 18 |
એલાયન્સ એર | 2 | 11 | 8 | 0 |
ઈન્ટરગ્લોબ એવિએશન (ઈન્ડિગો) | 283 | 97 | 20 | 3 |
એર ઇન્ડિયા એક્સપ્રેસ | 53 | 3 | 11 | 37 |
સ્ટાર એર | 1 | 1 | 2 | 4 |
અકાસા એર | 27 | 0 | 0 | 0 |
ફ્લાય91 | 0 | 2 | 0 | 0 |
કુલ | 435 | 185 | 88 | 105 |
કુલ વિમાનો: 813 (આમાંથી 133 વિમાનો ગ્રાઉન્ડેડ)
વિમાનના ઓપરેશન માટેની માર્ગદર્શિકા
નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, ભારતમાં વિમાનો માટે કોઈ ચોક્કસ આવરદા, સમય માન્યતા નથી. આ વિમાનોનું મેન્ટેનન્સ અને મોનિટરિંગ ઉત્પાદકના નિર્ધારિત અનુસૂચિ અનુસાર કરવામાં આવે છે. જો કે, વિમાનોને ‘કાયમી ધોરણે ઉપયોગમાંથી પાછું ખેંચી લેવાય’ એ સ્થિતિમાં, તે ઉડ્ડયન માટે કાર્યક્ષમ ગણાતા નથી.
ઉડ્ડયન ક્ષમતામાં વધારો
આ આંકડા એ દર્શાવે છે કે, ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, અને એરલાઈન્સે આ ક્ષેત્રમાં વધુથી વધુ વિમાનો માટે ઓર્ડર આપીને ઉડ્ડયન ક્ષમતામાં વધારો કર્યો છે.
બિઝનેસ જગતને લગતા તમામ નાના મોટા અને મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.