‘તમામને રસી, મફત રસી’ અભિયાન અંતર્ગત 24 દિવસમાં રસીકરણના આંકડામાં 10 કરોડનો થયો વધારો: આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા

|

Jul 19, 2021 | 7:32 PM

સાર્વત્રિક રસીકરણના નવા તબક્કાની શરૂઆત 21 જૂનથી થઈ હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીની ઉપલબ્ધતામાં વધારો કરવામાં આવ્યો છે અને રસી સમય પહેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સપ્લાય કરવામાં આવી હતી.

તમામને રસી, મફત રસી અભિયાન અંતર્ગત  24 દિવસમાં રસીકરણના આંકડામાં 10 કરોડનો થયો વધારો: આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા
ફાઈલ ફોટો

Follow us on

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ (Mansukh Mandaviya) સોમવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 રસીનો ડોઝ 10 કરોડ લોકોને પહોંચાડવામાં 85 દિવસનો સમય લાગ્યો છે. જ્યારે “સબકો રસી, મફત રસી” અભિયાનને લીધે 30 કરોડથી 40 કરોડના આંક સુધી પહોંચવામાં માત્ર 24 દિવસનો સમય લાગ્યો.

સાર્વત્રિક રસીકરણના નવા તબક્કાની શરૂઆત 21 જૂનથી થઈ હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીની ઉપલબ્ધતામાં વધારો કરવામાં આવ્યો છે અને રસી સમય પહેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સપ્લાય કરવામાં આવી હતી. જેથી તેઓ વધુ સારી યોજના બનાવી શકે અને સપ્લાય ચેઇનને સરળ બનાવી શકે. તેની મદદથી રસીકરણ ઝુંબેશ તીવ્ર બની હતી.

નવા તબક્કા હેઠળ કેન્દ્ર સરકાર (Central Government) દેશમાં બનાવાયેલી 75 ટકા રસીઓ ખરીદી રહી છે અને તેમને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મફત આપી રહી છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, ભારતમાં 40.64 કરોડથી વધુ લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી છે.

માંડવીયાએ ટ્વીટ કર્યું હતું કે, વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપી રસીકરણ અભિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સતત નવા આયામો બનાવી રહ્યું છે. પ્રારંભિક દિવસોમાં 10 કરોડ લોકોને રસી આપવામાં 85 દિવસ લાગ્યાં હતાં. બીજી બાજુ, “તમામને રસી, મફત રસી” અભિયાનને કારણે ભારતે 30 કરોડથી 40 કરોડના આંકડાને સ્પર્શ કરવામાં માત્ર 24 દિવસનો સમય લાગ્યો હતો.

સોમવારે સવારે 7 વાગ્યા સુધીના પ્રાથમિક અહેવાલ મુજબ મંત્રાલયે કહ્યું કે રસીના 50,69,232 સત્રોમાં વિક્સિનના 40,64,81,493 ડોઝ લગાવાઈ ચૂક્યા છે. તેમાંથી, છેલ્લા 24 કલાકમાં 13,63,123 ડોઝ લાગાવવમાં આવ્યા હતા. સંક્રમિત થયેલા લોકોમાંથી 3,03,08,456 લોકો ઉપચાર કરવામાં આવ્યા જેમાંથી 38,660 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થયા હતા. દેશમાં લોકોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થવાનો દર 97.32 ટકા છે.

 

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

 

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Next Article