ભારતમાં વેક્સિનેશનનો આંકડો 86 કરોડને પાર, 24 કલાકમાં 99.3 લાખ લોકોને મળી કોરોના વેક્સિન
દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી રાહત મળતી દેખાય રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26 હજાર નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 99.3 લાખથી વધુ લોકોને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી છે. આ આંકડો કોવિન એપ (Cowin App) પર રાત્રે 9.12 સુધીનો છે. જ્યારે દેશમાં રસીકરણનો આંકડો 86 કરોડને પાર કરી ગયો છે.
સવારે 7 વાગ્યા સુધી દેશમાં 86,01,59,011 વેક્સિનેશન થઈ ચૂક્યું છે. કુલ 1,03,71,418 આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 88,35,377ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 1,83,49,453 ફ્રન્ટલાઈન કર્મચારીઓને પ્રથમ કોરોના ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,48,33,709ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
તે જ સમયે દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાથી રાહત મળતી હોય તેવું દેખાય રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 26 હજાર નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર આ માહિતી મળી છે. આ દરમિયાન કોરોનાને કારણે 276 લોકોના મોત થયા છે. આ દરમિયાન 29,621 લોકો કરોનાથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 97.78%છે.
કુલ સક્રિય કેસ 3 લાખથી ઓછા
હાલમાં દેશમાં સક્રિય કેસ પણ ઘટીને 2,99,620 પર આવી ગયા છે. આ આંકડો 191 દિવસ પછી સૌથી ઓછો છે. છ મહિનાથી પણ વધારે સમય બાદ પ્રથમ વખત દેશમાં આ રોગના સક્રિય કેસોની સંખ્યા ત્રણ લાખથી ઓછી જોવા મળી છે. જ્યારે કુલ સક્રિય કેસોમાંથી લગભગ 55 ટકા કેસ એકલા કેરળમાં છે. કેરળમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હાલમાં 1.63 લાખથી વધુ છે.
More than 99.3 lakh COVID vaccine doses have been administered in India today, as per data available on CoWIN at 9:12 pm pic.twitter.com/ZSR9Q7clkw
— ANI (@ANI) September 27, 2021
સતત ત્રીજા દિવસે 30 હજારની નીચે કેસ
જણાવી દઈએ કે આજે સતત ત્રીજા દિવસે કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 30 હજારની નીચે આવી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યા 30થી 40 હજારની વચ્ચે આવી રહી છે. તે જ સમયે નિષ્ણાતોએ ત્રીજી તરંગની ચેતવણી જાહેર કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભલે હાલમાં કોરોનાની સ્થિતિ હવે સુધરતી જણાય, પરંતુ આ આંકડા ગમે ત્યારે વધી શકે છે.
પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી
સમગ્ર દેશમાં પરીક્ષણ ક્ષમતાનું વિસ્તરણ સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 11,65,006 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 56.44 કરોડ (56,44,08,251) પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક પુષ્ટિ થયેલા કેસોનો દર 1.94 ટકા છે, જે છેલ્લા 94 દિવસોથી 3% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પુષ્ટિ થયેલા કેસોનો દર 2.24 ટકા છે. છેલ્લા 28 દિવસથી દૈનિક સકારાત્મકતા દર 3 ટકાથી નીચે અને સતત 111 દિવસ માટે 5 ટકાથી નીચે રહ્યો છે.