Gyanvapi Masjid: જ્ઞાનવાપી સર્વેના ફોટા અને વીડિયો સાર્વજનિક કરવાની અરજી પર સુનાવણી શરૂ, કોર્ટની બહાર સુરક્ષામાં વધારો

|

May 30, 2022 | 3:22 PM

જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવા અને પૂજા કરવાની પરવાનગી માટેની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કોર્ટે (Court) નિર્ણય અનામત રાખ્યો છે. સાથે જ ચુકાદો સંભળાવવા માટે સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

Gyanvapi Masjid: જ્ઞાનવાપી સર્વેના ફોટા અને વીડિયો સાર્વજનિક કરવાની અરજી પર સુનાવણી શરૂ, કોર્ટની બહાર સુરક્ષામાં વધારો
Gyanvapi Masjid Case
Image Credit source: PTI

Follow us on

વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ કેસની (Gyanvapi Masjid Case) સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેના કારણે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. જેમાં જ્ઞાનવાપી સર્વેનો ફોટો અને વિડીયો સાર્વજનિક કરવા પર અરજી કરવામાં આવી હતી. આજે કોર્ટમાં સુનાવણી બાદ સર્વેના વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ જાહેર કરવામાં આવી શકે છે. જો કે, મુસ્લિમ પક્ષે સર્વે રિપોર્ટ સાર્વજનિક ન કરવા અપીલ કરી છે. આજે કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદને લગતી બે અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવા અને પૂજા કરવાની પરવાનગી માટેની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે. સાથે જ ચુકાદો સંભળાવવા માટે સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

શિવલિંગ મળ્યાનો દાવો

હિંદુ પક્ષે સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલે 25 મેના રોજ સુનાવણી થઈ હતી. તમને જણાવી દઈએ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં એડવોકેટ કમિશનરના સર્વે બાદ હિન્દુ પક્ષે વજુખાનામાં શિવલિંગ મળ્યાનો દાવો કર્યો હતો. આ પછી તરત જ કોર્ટે વઝુખાનાને સીલ કરવા અને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.

સાથે જ મુસ્લિમ પક્ષે શિવલિંગના દાવાને ખોટો ગણાવ્યો હતો અને ફુવારો હોવાની ચર્ચા હતી. સાથે જ આ બધાની વચ્ચે સર્વે રિપોર્ટને સાર્વજનિક કરવાની પણ સતત માગ કરવામાં આવી રહી છે. જેના માટે અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી ચાલી રહી છે.

નોંધનીય છે કે 18 ઓગસ્ટ, 2021ના રોજ દિલ્હીની રાખી સિંહ સહિત પાંચ મહિલાઓએ સિવિલ જજની કોર્ટમાં જ્ઞાનવાપી સંકુલમાં શૃંગાર ગૌરી સહિત અન્ય દેવતાઓની પૂજા કરવાના અધિકારની માગણી કરતી અરજી દાખલ કરી હતી. કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનની કાર્યવાહી જ્ઞાનવાપી કેમ્પસમાં થઈ હતી, જેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના વિરોધમાં, મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતને મૂળ કેસના ગુણદોષ પર સર્વે અને સુનાવણી અટકાવવાની માંગ કરી હતી.

Published On - 3:22 pm, Mon, 30 May 22

Next Article