AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલે લખીમપુર શોક સભામાં હાજરી આપશે, મોટી જાહેરાત કરવાની તૈયારી

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેની રવિવારે સવારે તેની ઓફિસ પહોંચ્યા, પરંતુ તેમણે મીડિયાથી પોતાનું અંતર રાખ્યું. તેમણે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Uttar Pradesh: ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલે લખીમપુર શોક સભામાં હાજરી આપશે, મોટી જાહેરાત કરવાની તૈયારી
Rakesh Tikait
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 4:09 PM
Share

ઉત્તર પ્રદેશમાં લખીમપુર હિંસા (Lakhimpur Khiri Violence) કેસમાં થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh Tikait) 12 ઓક્ટોબર એટલે કે મંગળવારે લખીમપુર જશે.

રાકેશ ટિકૈત ઘટના સ્થળ તિકુનિયા ગામમાં યોજાનારી શોક સભામાં હાજરી આપશે. રાકેશ ટિકૈત તિકુનિયા પહોંચવા માટે નીકળી ગયા છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ખેડૂત નેતાઓ ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ ન કરવા અંગે પણ મોટી જાહેરાત કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેની રવિવારે સવારે તેમના સાંસદની ઓફિસ પહોંચ્યા, પરંતુ તેમણે મીડિયાથી પોતાનું અંતર રાખ્યું. તેમણે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સોમવારે કોર્ટ આશિષ મિશ્રાને પોલીસ કસ્ટડીમાં સોંપવા માંગતી પોલીસની અરજી પર સુનાવણી કરવાની છે.

‘અમે ડરનારા લોકો નથી, અમે ગાંધીના માનનારા કોંગ્રેસના લોકો છીએ’ બીજી તરફ, રવિવારે વિપક્ષી પાર્ટીઓએ લખીમપુરની ઘટનાને લઈને શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવાની માગ ઉઠાવી હતી. રવિવારે વારાણસીમાં એક રેલીમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી મિશ્રાને બરતરફ કરવાની માગણી કરતા કહ્યું કે, ‘અમે ડરનારા લોકો નથી, અમે ગાંધીના માનનારા કોંગ્રેસના લોકો છીએ’. અમે ત્યા સુધી ચૂપ નહીં બેસીએ જ્યા સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીને બરતરફ કરવામાં આવશે નહી.

ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુરમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. ભાજપના કાર્યકરોને લઈ જઈ રહેલા વાહનો દ્વારા કથિત રીતે ટક્કર માર્યા બાદ ખેડૂતો મૃત્યુ પામ્યા હતા, જેના પગલે આ વાહનોમાં રહેલા કેટલાક લોકોને ગુસ્સે ભરાયેલા ટોળાએ કથિત રીતે માર માર્યા હતા. જે બાદ પોલીસે શનિવારે રાત્રે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની લખીમપુર ઘટના સંદર્ભે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : Uttarakhand Election 2022: ઉત્તરાખંડમાં ભાજપને મોટો ઝટકો, 6 વખતના ધારાસભ્ય અને પરિવહન મંત્રી યશપાલ આર્ય પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાયા

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">