UP Assembly Election: યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર, કહ્યુ- શેરડીની મીઠાશ ફેલાવવી છે કે જિન્નાની નફરત ?

|

Nov 25, 2021 | 4:56 PM

અખિલેશ યાદવે જિન્ના પર કરેલી ટીપ્પણી બાદ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આ પછી પણ અખિલેશ પોતાનું નિવેદન પાછું લેવા તૈયાર નથી.

UP Assembly Election: યોગી આદિત્યનાથે અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર, કહ્યુ- શેરડીની મીઠાશ ફેલાવવી છે કે જિન્નાની નફરત ?
Yogi Adityanath

Follow us on

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આજે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના (Jewar Airport) ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ‘ગન્ના VS જિન્ના’નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જેવર ઉત્તમ ગુણવત્તાયુક્ત શેરડી માટે પ્રખ્યાત છે. વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે બ્યુગલ ફૂંકતા સીએમ યોગીએ કહ્યું કે મીઠાશ ફેલાવવાને બદલે કેટલાક લોકોએ તોફાનો કરાવ્યા. તેમણે કહ્યું કે આજે દેશ પાસે બે વિકલ્પ છે. એક તો દેશ પોતાની શેરડીની મીઠાશ ફેલાવે અથવા જિન્નાની નફરત ફેલાવે.

યોગી આદિત્યનાથનો ‘ગન્ના VS જિન્ના’નો મુદ્દો વર્ષ 2018નો છે. આ મુદ્દો પેટાચૂંટણી પહેલા શરૂ થયો હતો. યુપીમાં વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ફરી એકવાર જિન્નાના નામ પર વિવાદ શરૂ થયો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) સરદાર પટેલની જન્મજયંતિના અવસર પર પૂર્વ પીએમ નેહરુ અને જિન્નાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જિન્નાએ નેહરુ સાથે અભ્યાસ કર્યો હતો અને બંને સાથે બેરિસ્ટર બન્યા હતા. સપા પ્રમુખે કહ્યું હતું કે જિન્નાએ દેશને આઝાદી અપાવવામાં પણ મદદ કરી હતી. તેઓ દેશની આઝાદી માટે પણ લડ્યા હતા.

ચૂંટણી પહેલા જિન્ના પર વિવાદ
અખિલેશ યાદવે જિન્ના પર કરેલી ટીપ્પણી બાદ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. આ પછી પણ અખિલેશ પોતાનું નિવેદન પાછું લેવા તૈયાર નથી. આજે જેવર એરપોર્ટના ઉદ્ઘાટન સમારોહમાં સીએમ યોગી આદિત્યનાથે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકોને કહ્યું કે દેશને શેરડીની મીઠાશ જોઈએ છે કે જિન્નાની નફરત.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આગામી દિવસોમાં તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ એરપોર્ટ બનાવવા માટે લગભગ 15,000 થી 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેના પ્રથમ તબક્કામાં રૂ. 10,050 કરોડનો ખર્ચ થશે. એરપોર્ટ પર બે પેસેન્જર ટર્મિનલ હશે. ટર્મિનલ 1ની ક્ષમતા વર્ષે 10 મિલિયન મુસાફરોની હશે અને ટર્મિનલ 2ની ક્ષમતા વર્ષે 40 મિલિયન મુસાફરોની હશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટર્મિનલ 1 પણ બે તબક્કામાં બનાવવામાં આવશે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે.

 

આ પણ વાંચો : Karnataka: ધારવાડમાં એક સાથે 66 મેડિકલ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા, તમામે લીધા હતા વેક્સિનના બંને ડોઝ

આ પણ વાંચો : Delhi: પાકિસ્તાનના શાહિદ હમીદ નામના વ્યક્તિએ ગૌતમ ગંભીરને ધમકી ભર્યો મેલ મોકલ્યો હતો, દિલ્હી પોલીસે કરી ઓળખ

Next Article