Karnataka: ધારવાડમાં એક સાથે 66 મેડિકલ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા, તમામે લીધા હતા વેક્સિનના બંને ડોઝ

ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે જણાવ્યું હતું કે, સંક્રમિતોની સંખ્યા વધી શકે છે કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Karnataka: ધારવાડમાં એક સાથે 66 મેડિકલ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા, તમામે લીધા હતા વેક્સિનના બંને ડોઝ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 4:26 PM

કર્ણાટકના ધારવાડમાં (Dharwad) સંપૂર્ણ રસી લીધેલા મેડિકલ કોલેજના 66 વિદ્યાર્થીઓ ફરીથી કોરોનાથી સંક્રમિત થયા છે. જે બાદ 2 હોસ્ટેલ સીલ કરવામાં આવી છે. આ બાબતની માહિતી આપતાં ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે જણાવ્યું હતું કે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે કારણ કે તાજેતરમાં કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ (Medical Students) ભાગ લીધો હતો. જે વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે તે તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે. કોલેજમાં નોંધાયેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના છે.

સાવચેતીના ભાગરૂપે એસડીએમ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલની (Medical College) બે હોસ્ટેલ સીલ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પરિસરને કોર્ડન કરી લીધું છે. હોસ્પિટલ સ્ટાફ ઉપરાંત આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનરે મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ સારવાર આપવામાં આવશે ધારવાડના ડેપ્યુટી કમિશનર નિતેશ પાટીલે કહ્યું કે ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ, જેમને કોવિડ રસીના (Corona Vaccine) બંને ડોઝ આપવામાં આવ્યા હતા, તેઓની સારવાર હોસ્ટેલમાં જ કરવામાં આવશે. પાટીલે કહ્યું, બાકીના 100 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અમે બે હોસ્ટેલ સીલ કરી છે. વિદ્યાર્થીઓને સારવાર અને ભોજન આપવામાં આવશે. હોસ્ટેલમાંથી કોઈને બહાર જવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવશે તેમને પણ હોસ્ટેલ પરિસરમાં જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

બધા વિદ્યાર્થીઓએ રસીના બંને ડોઝ લીધા હતા એવી આશંકા છે કે તાજેતરમાં કોલેજની એક ઇવેન્ટમાં હાજરી આપ્યા બાદ વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, અમે શોધી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ કોલેજમાંથી ક્યાં ગયા હતા. અમને શંકા છે કે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે તે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવ્યો છે. અમે પ્રાથમિક અને ગૌણ સંપર્કોને પણ શોધી કાઢ્યા છે અને તેનું પરીક્ષણ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓને કોરોના રસીના બંને ડોઝ મળી ગયા છે.

આ પણ વાંચો : Delhi: પાકિસ્તાનના શાહિદ હમીદ નામના વ્યક્તિએ ગૌતમ ગંભીરને ધમકી ભર્યો મેલ મોકલ્યો હતો, દિલ્હી પોલીસે કરી ઓળખ

આ પણ વાંચો : Noida International Airport Inauguration: PM મોદીએ કહ્યું ‘7 દાયકા પછી યુપીને તે મળ્યું જેનું તે હકદાર હતું’

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">