UP Assembly Election: ભાજપે દિલ્હીની બેઠકમાં ચૂંટણી રેલી, કાર્યક્રમ અને રથયાત્રા અંગે રણનીતિ તૈયાર કરી

|

Nov 18, 2021 | 8:50 PM

દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપની રથયાત્રા એટલે કે વિજય સંકલ્પ યાત્રાની તારીખ અને રૂટ નક્કી કરવામાં આવ્યા હતા.

UP Assembly Election: ભાજપે દિલ્હીની બેઠકમાં ચૂંટણી રેલી, કાર્યક્રમ અને રથયાત્રા અંગે રણનીતિ તૈયાર કરી
BJP Meeting - Delhi

Follow us on

યુપીમાં આગામી વિધાનસભાની ચૂંટણી (UP Assembly Election 2022) અંતર્ગત ભાજપ (BJP) દરેક વિધાનસભા ક્ષેત્રના મતદારો સુધી પહોંચવાનું આયોજન કરી રહ્યું છે. તેથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં રણનીતિ બનાવવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, યુપી ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, યુપી પ્રભારી રાધા મોહન સિંહ, યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને યુપી બીજેપી સંગઠન મંત્રી સુનીલ બંસલ હાજર રહ્યા હતા. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપની રથયાત્રા એટલે કે વિજય સંકલ્પ યાત્રાની તારીખ અને રૂટ નક્કી કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં યુપી ચૂંટણી માટે ભાજપના મોટા નેતાઓની રેલીઓ (BJP Rally) અને કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. યુપી ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની રેલીઓ છે. આજે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં યુપી પ્રદેશના બૂથ પ્રમુખો સાથે નેતાઓની બેઠક અને સંબોધનની તારીખ નક્કી કરવામાં આવી હતી. યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહએ જણાવ્યું કે, આજે યોજાયેલી બેઠકમાં યુપી ચૂંટણી પહેલા બીજેપીના પ્રચાર અને પ્રસારની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી રથયાત્રાઓ અંગે પણ ચર્ચા થઈ હતી.

રથયાત્રા માટે ચાર સંયોજકોની નિમણૂંક કરવામાં આવશે
તેમણે કહ્યું કે રથયાત્રા માટે ચાર સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દરેક રથયાત્રામાં 2 કો-ઓર્ડિનેટર સહિત કુલ 8 કો-ઓર્ડિનેટર હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ યુપીની ચારેય દિશામાંથી ચાર રથયાત્રા કાઢવાની યોજના બનાવી રહ્યું છે. આ રથને ક્યારે અને કયા નેતાઓ લીલીઝંડી આપશે તે અંગે આખરી રણનીતિ બનાવવામાં આવી છે. હવે માત્ર મહોર બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7 ડિસેમ્બરથી યુપીના મુઝફ્ફરનગરથી રથયાત્રા શરૂ થશે. રથયાત્રા 25 ડિસેમ્બરે લખનૌમાં સમાપ્ત થઈ શકે છે. સમાચાર અનુસાર આ દરમિયાન લખનૌમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવી શકે છે. પીએમ મોદી આ રેલીને સંબોધિત કરી શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

22-23 નવેમ્બરે ભાજપના ટોચના નેતાઓની બેઠક
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જેપી નડ્ડા 22 અને 23 નવેમ્બરે ગોરખપુર અને કાનપુર પ્રદેશના બૂથ પ્રમુખો સાથે બેઠક કરશે. બીજી તરફ રાજનાથ સિંહ કાશી અને અવધ પ્રદેશમાં બૂથ પ્રમુખો સાથે બેઠક કરશે. જ્યારે અમિત શાહ પશ્ચિમ અને બ્રજ પ્રદેશના બૂથ પ્રમુખો સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 19 થી 21 નવેમ્બર દરમિયાન ભાજપના ટોચના નેતાઓની બેઠક યોજાશે. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવશે.

 

આ પણ વાંચો : પૂર્વી લદ્દાખમાં તણાવવાળા વિસ્તારો પર વહેલી તકે ઉકેલ લાવવા સંમત થયા ભારત-ચીન

આ પણ વાંચો : Corona Vaccination: દેશમાં કોરોના રસીકરણનો આંકડો 114 કરોડને પાર, 24 કલાકમાં 73 લાખથી વધુ લોકોનું રસીકરણ

Published On - 8:46 pm, Thu, 18 November 21

Next Article